રાહુલ ગાંધી સામે બદનક્ષી કેસ:કર્ણાટકના કોલારમાં કરેલા મોદી અંગેના વિવાદાસ્પદ નિવેદનનો ઝડપી ટ્રાયલનો હાઈકોર્ટનો આદેશ, પૂર્ણેશ મોદીએ સુરતમાં કેસ કર્યો હતો

સુરત,

રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન કર્ણાટકના કોલાર ખાતે ચૂંટણી સભાને સંબોધતી વખતે નરેન્દ્ર મોદીને લઇને ટિપ્પણી કરવામાં આવી હતી. જેને લઇને સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી સામે બદનક્ષીનો દાવો માંડ્યો હતો. જેમાં હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટને ઝડપથી કેસ ચલાવવા માટે આદેશ કર્યો છે. હાઈકોર્ટના જસ્ટિસ વિપુલ એમ પંચોલીએ ટ્રાયલ કોર્ટને શક્ય એટલો ઝડપી ટ્રાયલ ચલાવવા નિર્દેશ કર્યો છે.

સુરતની નીચલી અદાલતમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી સામે થયેલ બદનક્ષીની ફરિયાદ મામલે ગુજરાત હાઇકોર્ટ ગાંધીને નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા હુકમ કર્યો હતો. રાહુલ ગાંધીએ વર્ષ ૨૦૧૯માં ‘મોદી અટક’ સંદર્ભે ટિપ્પણી કરી હતી. જેની સામે પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જોકે, નીચલી અદાલતે રાહુલ ગાંધી સામે થયેલી અરજીને ફગાવી દીધી હતી.

આ બાબતે અરજદાર પૂર્ણેશ મોદીના વકીલ હષત ટોલિયા જણાવ્યું કે, ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે ઝ્રઇઁઝ્રની કલમ ૩૧૩ પ્રમાણે આરોપીનું સ્ટેટમેન્ટ નિયમ પ્રમાણે કરવામાં નથી આવ્યું. એટલે કે રાહુલ ગાંધીને કોર્ટમાં બોલાવી તેની સામે જ સીડી બતાવી તે અંગે ઇન્ટ્રોગેશન નથી કરવામાં આવ્યું જે યોગ્ય નથી. જેને લઇને ગુજરાત હાઇકોર્ટમાં નીચલી અદાલતના હુકમ સામે અરજી કરવામાં આવી હતી.

બદનક્ષીના કેસ દરમિયાન રાહુલ ગાંધી સુરત ખાતે હાજર રહ્યા હતા. ફરિયાદી પક્ષ દ્વારા સુરત કોર્ટમાં આ સંદર્ભના સાહેદોને તપાસ કરવા માટે અરજી કરવામાં આવી હતી. જેને સુરતની ચીફ જ્યુડીશિયલ કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ પૂર્ણેશ મોદી અને તેમના વકીલ દ્વારા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જેમાં હાઈકોર્ટે બદનક્ષીના કેસમાં જરૂર જણાય એટલા સાહેદોને તપાસ કરવા માટેની મંજૂરી આપી દીધી હતી.

સુરત ચીફ જ્યુડીશિયલ કોર્ટમાં ફરિયાદ વકીલ દ્વારા ૪ સાહેદોને તપાસવા માટે અરજી કરવામાં આવી હતી. રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી સભાઓને ગજાવતા ટિપ્પણી કરી હતી કે મોદી અટક વાળા તમામ લોકો ચોર કેમ હોય છે. જેમાં તેમણે લલિત મોદી, નીરવ મોદી આ બધા જ મોદીઓ ચોર છે. જેને યાનમાં રાખીને સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા સુરત કોર્ટમાં ફરિયાદ દાખલ કરીને બદનક્ષીનો દાવો માંડ્યો હતો.

ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટ દ્વારા અમને અમારો પક્ષ વધુ મજબૂતાઈથી મૂકવા માટેની મંજૂરી આપી છે. પહેલા અમે ૪ સાહેદોની તપાસ કરવા માટે અરજી કરી હતી. પરંતુ હવે અમે ફરી એકવાર અભ્યાસ કરીશું અને કેટલા સાહેદોને આ કેસની અંદર તપાસવા જરૂરી છે. તેનો નિર્ણય લીધા બાદ નામદાર કોર્ટને જણાવીશું તે પ્રમાણે સાહેદોની તપાસ કરાશે.