
સુરત,
સુરતમાં એક હદયદ્રાવક ઘટના સામે આવી છે. પતિએ પત્નિને જીવતી સળગાવી દઈ મોતને ઘાટ ઉતારી દીધી, પતિ મોબાઈલમાં પોર્ન વિડીયો જોતો હતો ત્યારે પત્નિએ આ બાબતે ઠપકો દેતા પતિને ગુસો આવ્યો અને પત્નિ પર જવલનશીલ પદાર્થ નાખી આગ ચાંપી દીધી હતી. પત્નીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું.
મળતી માહિતી અનુસાર આરોપી પતિ કિશોર મોબાઈલમાં અશ્લિલ વિડિયો જોતો હતો ત્યારે પત્નિ કાજલે તેનો વિરોધ કર્યો, બન્ને વચ્ચે બોલાચાલી શરૂ થઈ અને વાત મારામારી સુધી પહોંચી ગઈ.આ દરમ્યાન પત્નીને ગુસ્સો આવતા પતિનો મોબાઈલ ફોન તોડી નાખ્યો. આ કારણે પતિએ આપો ખોઈ બેસતા પત્ની પર જવલનશીલ પદાર્થ ઠાલવી આગ ચાંપી દીધી બન્નેના લગ્ન ૧૦ મહિના પૂર્વે જ થયા હતા.
પોલીસ આરોપી પતિને પકડી કડક પુછપરછ હાથ ધરતા પોતાનો ગુનો કબુલ્યો હતો. ઘટના બાદ પોલીસે મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.