
મુંબઇ,
ખબર નહીં કોની નજર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર પડી છે. છેલ્લા કેટલાક દિવસોથી, એક પછી એક ઘણા સેલેબ્સના આકસ્મિક મૃત્યુએ દરેકના હૃદયને હચમચાવી દીધું છે. હવે મલયાલમ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય કોમેડિયન અને ટીવી હોસ્ટ સુબી સુરેશનું નિધન થયું છે.
તાજેતરમાં, એસકે ભગવાન અને માયલસામી સિવાય, જુનિયર એનટીઆરના પિતરાઈ તારક રત્નાનું મોત થયું હતું. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી આ સતત આંચકામાંથી બહાર પણ નીકળી શકી ન હતી કે હવે વધુ એક જોરદાર ફટકો સુબી સુરેશના રૂપમાં આવ્યો છે.
જણાવવામાં આવી રહ્યું છે કે ૪૨ વર્ષીય સુબી સુરેશ લિવર સંબંધિત બિમારીથી પીડિત હતા અને કોચીની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. સુબી સુરેશે પોતાની કારકિર્દીની શરૂઆત ડાન્સર તરીકે કરી હતી. પછી તેણે સ્ટેજ શોમાં કોમેડી કરવાનું શરૂ કર્યું.