દાહોદ,
દાહોદના જિલ્લા પુરવઠા અધિકારી મિતેષ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લાની તમામ ગેસ એજન્સી ધારકો સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લાના નોડલ અધિકારી રેડ્ડી પણ હાજર રહયા હતા. જિલ્લાના ાળીુના ગેસ ધારકોને બે બોટલ સબસીડીવાળા મફત આપવામાં આવે છે. તે કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં જાન્યુઆરીથી માર્ચ 2023નો લક્ષ્યાંક સિદ્ધ થાય તે માટે અને દરેક ગામડે ગામડે લોકો જાગૃત થઈ સિલિન્ડર મફત મેળવી શકે તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી.