દાહોદ ઝાયડસ હોસ્પિટલ ન્યુરો સર્જરીની વ્યવસ્થા કરાઈ

દાહોદ,

ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડહોસ્પિટલ, દાહોદ એ વર્ષ-2017 થી સિવિલ હોસ્પિટલ દાહોદનો હવાલો મેળવ્યા બાદ ગરીબ, આદિવાસી દર્દીઓની સારવાર માટે અવાર નવાર વધારો કરવા પ્રયત્નશીલ રહેલ છે. જે અનુસાર અત્રેની હોસ્પિટલખાતે વધારાની સગવડ ન્યુરો સર્જરીની કરવામાં આવેલ છે. જેમાં મગજના તથા મણકાના વિવિધ પ્રકારના ઓપરેશનની સારવાર ચાલુ કરવામાં આવેલ છે. જે અનુસાર તા:-15-02-2023 ના રોજ તાત્કાલિક સારવાર વિભાગમાં રાત્રીના 11:00 કલાકે ડો.ધીરેન હાડા(MCH Neuro Surgery)તથા એનેસ્થેટિક ડો.સૈલેશ પટેલ અને તેઓની ટીમ દ્વારા ન્યુરો સર્જરીનું પ્રથમ સફળ ઓપરેશન કરવામાં આવેલ તથા આજદિન સુધી કુલ ન્યુરો સર્જરીના (9)નવ સફળ ઓપરેશન કરવામાં આવેલ છે.

અગાઉ આકસ્માતના કારણે દર્દીઓને ન્યુરો સર્જરીની સારવાર મેળવવા માટે વડોદરા, અમદાવાદ વિગેરે શહરો ખાતે દર્દીઓને જવું પડતું હતું, હાલ આ ન્યુરો સર્જરીની સુવિધા ઉપલબ્ધ થતા ગરીબ, આદિવાસી, મધ્ય પ્રદેશ, તથા રાજસ્થાન થી સારવાર માટે આવતા દર્દીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે બિલકુલ નિશુલ્ક સારવાર મળી રહે છે. જેથી મુસાફરી, નાણાકીય ખર્ચમાં રાહત તથાસઘન સારવાર મળી રહે છે. જેઓને આ સુવિધા આશીર્વાદ રૂપ થશે.