ગરબાડાના પાટીયા ગામની આંગણવાડીની લાલિયાવાડી સામે આવી

ગરબાડા,

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં પાટીયા ગામની આવેલા આઈસીડીએસ ધટક-2ની આંગણવાડી કેન્દ્રમાં ચાલતી લાલિયાવાડી સામે આવી છે.

પાટીયા ગામની આંગણવાડી કેન્દ્ર-2 પર તપાસ કરતા તેડાગર તેમજ આંગણવાડી કાર્યકર તેમજ એકપણ બાળક હાજર ન હતુ. અને આંગણવાડી કેન્દ્ર પણ બંધ હતુ. તેડાગરને આંગણવાડી કાર્યકર હાજર હતા કે કેમ તે અંગે પુછતા જણાવ્યુ હતુ કે, કાર્યકર બહેન અઠવાડિયામાં એક કે બે દિવસ જ આવે છે. બાળકો માટે ફળ ફ્રુટ કે મરી-મસાલો અમુકવાર જ લાવે છે. લોકોએ જણાવ્યુ હતુ કે,આંગણવાડી કેન્દ્ર અઠવાડિયામાં અમુક જ દિવસે જ ખોલતા હોય છે. આ અંગે જયારે ગરબાડા આઈસીડીએસ ધટક-2ના આંગણવાડીના સીડીપીઓને વાકેફ કરવામાં આવ્યા ત્યારે તેમણે દોષનો ટોપલો આંગણવાડીના કાર્યકર બહેન અને તેડાધર પર ઢોળી દીધો હતો. અને જણાવ્યુ હતુ કે, સુપરવાઈઝરને વિઝીટમાં મોકલીને સત્ય હકીકત શુ છે તેનો રિપોર્ટ લેવામાં આવશે.