ભુજ,
મુન્દ્રા પોર્ટ પર સપ્ટેમ્બર ૨૦૨૧માં પકડાયેલા ૨૯૮૮.૨૧૦ કિલોગ્રામ હેરોઇનના કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ સોમવારે બીજી પૂરક ચાર્જશીટ ફાઇલ કરી હતી. ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે, હેરોઇનનો આ જથ્થો અફઘાનિસ્તાનથી વાયા ઈરાનના અબ્બાસ બંદર થઈ ગુજરાતમાં ઘૂસાડાયો હતો. શરૂઆતમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ની ગાંધીધામ ટીમે આ મામલે કેસ નોંયા બાદ ૬ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ એનઆઈએએ ફરી કેસ દાખલ કર્યો હતો.
૧૪ માર્ચ ૨૦૨૨ના રોજ એનઆઈએએ ૧૬ આરોપી સામે ચાર્જશીટ દાખલ કર્યા બાદ ગત ૨૯ ઓગસ્ટે ૯ આરોપી સામે પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. એનઆઈએએ સોમવારે અમદાવાદમાં એક સ્પેશિયલ કોર્ટમાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર સ્થિત ઓપરેટિવ મોહમ્મદ ઇકબાલ અવાન, દુબઈના વિત્યેશ કોસર ઉર્ફે રાજુ દુબઈ અને દિલ્હીના હરપ્રીતસિંહ સહિત ૨૨ આરોપી અને કંપનીઓ વિરુદ્ધ પોતાની બીજી પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી.
એનઆઈએએ ચાર્જશીટમાં કહ્યું છે કે, અફઘાનિસ્તાથી ભારતમાં આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગના માયમથી ગેરકાયદે હેરોઇનના જથ્થાની તસ્કરી એ એક સંગઠિત ગુનાઇત કાવતરું હોવાનું વધુ તપાસમાં જાણવા મળ્યું છે. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, હેરોઇનના વેચાણથી મળનારા રૂપિયા લશ્કર-એ-તૈયબાના ઓપરેટિવ્સને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે આપવામાં આવે છે.
એનઆઈએએ કહ્યું કે, દિલ્હીની નાઇટ ક્લબોનો માલિક અને મુખ્ય આરોપી હરપ્રીત સિંહ ઉર્ફે કબીર તલવાર ભારતમાં હેરોઇનની તસ્કરી માટે કોમશયલ ટ્રેડ રૂટનો ઉપયોગ કરવા માટે દુબઈ ગયો હતો. તે દિલ્હીમાં ક્લબ્સ, રિટેલ શોરૂમ અને ઇમ્પોર્ટ ફર્મ્સ જેવા ઘણા વેપાર-ધંધા કરે છે. તેણે આ કંપનીઓ તેના કર્મચારીઓ, સંબંધીઓ અને મિત્રોના નામે ખોલી છે, જેનું સંચાલન તે એકલો કરે છે. આ કંપનીઓનો ઉપયોગ તે નશીલા પદાર્થો, પ્રતિબંધિત વસ્તુઓની તસ્કરી માટે કરે છે. તેની આવી ડઝનો કંપનીઓની ઓળખ કરી તપાસ કરવામાં આવી છે, જેમાંની એક મેસર્સ મેગન્ટ ઇન્ડિયા છે, જેનું નામ ચાર્જશીટમાં છે. આ કંપની દ્વારા તે અફઘાનિસ્તાનથી સેમી પ્રોસેસ્ડ ટેલ્ક સ્ટોન ભારત આયાત કરવાની આડમાં હેરોઇન ઘૂસાડતો હતો.
મુન્દ્રા અને કોલકાતા બંદર પર હેરોઈનના કન્સાઈનમેન્ટની આયાત અને દિલ્હીના વિવિધ વેરહાઉસમાં તેના સંગ્રહ માટે વિદેશસ્થિત નાર્કો માફિયા દ્વારા એક નેટવર્ક ચાલે છે. આ હેરોઈનના વેચાણથી મળેલું ભંડોળ ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને આગળ વધારવા માટે લશ્કર એ તોઇબાના ઓપરેટિવ્સને પૂરું પાડવામાં આવતું હતું.
આરોપીઓ દ્વારા અફઘાનિસ્તાનથી ભારતમાં આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગો દ્વારા હેરોઈનના ગેરકાયદે કન્સાઇન્મેન્ટની દાણચોરી કરવાનું સંગઠિત ગુનાહિત કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ પ્રકરણમાં દાણચોરીના જોડાણોની તપાસ કરતી વખતે ડ્રગ ભરેલા કન્સાઇનમેન્ટની આયાત, સુવિધા અને પરિવહનમાં સામેલ ઓપરેટિવ્સનું સારી રીતે નેટવર્ક બહાર આવ્યું છે. એવું પણ બહાર આવ્યું છે કે ભારતમાં ઊભી કરાયેલી અનેક નકલી/શેલ ઈમ્પોર્ટ પ્રોપ્રાઈટરશિપ કંપનીઓ દ્વારા કન્સાઈનમેન્ટ્સની આયાત કરવામાં આવી હતી. ૨૦૨૧ની ૧૩ સપ્ટેમ્બરે મુન્દ્રામાં ડ્રગ્સ પકડાયું હતું.ગુજરાતમાં ઘુસાડાતું તમામ ડ્રગ્ઝ અફઘાનિસ્તાનથી આવે છે. કારણ કે એકલા અફઘાનિસ્તાનમાં દુનિયાના ૮૦ ટકાથી વધુ હેરોઈનનું ઉત્પાદન થાય છે. અહીંના ૩૪ પૈકી ૨૨ પ્રાંતમાં અફીણની ખેતી થાય છે. અહીં અફીણમાંથી હેરોઈન બનાવવાના કારખાનાં ધમધમે છે. આ કારખાનાઓમાં ટેલ્કમ પાવડર બનાવવાના પથ્થરના ટૂકડા રૂપે હેરોઈન સપ્લાય થાય છે. આ કારખાનાઓમાં તૈયાર થતું ડ્રગ્સ રોડ માર્ગે પાકિસ્તાન અને ઈરાન મોકલવામાં આવે છે.આ ડ્રગ્સ પાકિસ્તાનના કરાચી અને ગ્વાદર તથા ઈરાનના ચાબહાર પોર્ટ સુધી પહોંચે છે. આ દરેક પોર્ટ ડ્રગ્સની હેરાફેરી માટે કુખ્યાત છે. ડ્રગ્સ પેડલર માટે અહીંથી ગુજરાતનો સી કોરિડોર સોટ સ્મગલિંગ રૂટ સાબિત થાય છે. કન્સાઈન્મેન્ટ રૂપે આ ડ્રગ્સ શિપમાં ટ્રાન્સપોર્ટ થાય છે. અહીંથી શિપ મારફતે પેડલર આ ડ્રગ્સ સાથે રવાના થાય છે. આ શિપ ગુજરાતના દરિયાકાંઠાથી અંદાજે ૨૫૦ કિમી દૂર ઉભા રહી જાય છે.