નીતિ આયોગના નવા સીઈઓ તરીકે બીવીઆર સુબ્રહ્મણ્યમની નિયુક્તિ થઇ

બીવીઆર સુબ્રહ્મણ્યમે,છત્તીસગઢ કેડરના ૧૯૮૭-બેચના આઇએએસ અધિકારી રહ્યા હતા, તેઓ આંધ્ર પ્રદેશના છે અને તેઓ એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવે છે. તેણે લંડન બિઝનેસ સ્કૂલમાંથી મેનેજમેન્ટની ડિગ્રી પણ મેળવી છે. ભૂતપૂર્વ આઇએએસ અધિકારી BVR સુબ્રહ્મણ્યમને સરકાર દ્વારા નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા,તેઓ પરમેશ્ર્વરન ઐયરનું સ્થાન લેશે, જેમને વિશ્ર્વ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

સરકાર દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું હતું કે,” કેબિનેટની નિમણુંક સમિતિએ બીવીઆર સુબ્રહ્મણ્યમ,આઇએએસ (નિવૃત્ત)ની નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિમણૂકને મંજૂરી આપી છે, પદનો ચાર્જ સંભાળ્યાની તારીખથી બે વર્ષ સુધી અથવા આગળના આદેશો સુધી શ્રી પરમેશ્ર્વરન ઐયરની જગ્યાએ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, વર્લ્ડ બેંક હેડક્વાર્ટર, વોશિંગ્ટન ડીસી, યુએસએ, તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે.

છત્તીસગઢ કેડરના ૧૯૮૭-બેચના આઇએએસ અધિકારી, સુબ્રમણ્યમ આંધ્ર પ્રદેશના છે અને તેઓ એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવે છે. તેણે લંડન બિઝનેસ સ્કૂલમાંથી મેનેજમેન્ટની ડિગ્રી પણ મેળવી છે. ૨૦૦૪ અને ૨૦૦૮ ની વચ્ચે, ૫૬ વર્ષીય અધિકારીએ તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહના ખાનગી સચિવનું પદ સંભાળ્યું હતું. વિશ્ર્વ બેંક સાથેના કાર્યકાળ પછી, તેઓ ૨૦૧૨ માં વડા પ્રધાન કાર્યાલયમાં પાછા ફર્યા હતા. સુબ્રહ્મણ્યમે ૨૦૧૫ સુધી પીએમઓમાં કામ કરવાનું ચાલુ રાખ્યું હતું, ત્યારબાદ તેઓ પાછા છત્તીસગઢ ગયા હતા, જ્યાં તેઓ શરૂઆતમાં મુખ્ય સચિવ હતા અને પછી એડિશનલ સચિવ (ગૃહ)ના વડા બન્યા હતા.

૨૦૧૮ માં, અધિકારીને જમ્મુ અને કાશ્મીરના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન જ રાજ્યનો વિશેષ દરજ્જો નાબૂદ કરવામાં આવ્યો હતો અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યો હતો. પ્રેસ ટ્રસ્ટ ઑફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, સુબ્રહ્મણ્યમ એવા મુઠ્ઠીભર અધિકારીઓમાંનો એક હતો જેઓ કેન્દ્રના જમ્મુ અને કાશ્મીર અંગેના નિર્ણયની જાહેરાત પહેલા જાણતા હતા.

નીતિ આયોગ શું છે?

૧ જાન્યુઆરી, ૨૦૧૫ ના રોજ રચાયેલ, એનઆઇટી (રાષ્ટ્રીય સંસ્થા પરિવર્તન ભારત) આયોગે ૨૦૧૪ માં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળનું ગઠબંધન સત્તામાં આવ્યા પછી આયોજન પંચનું સ્થાન લીધું હતું. NITI આયોગની પ્રથમ બેઠક ૮ ફેબ્રુઆરી , ૨૦૧૫ ના રોજ વડા પ્રધાન મોદીની અધ્યક્ષતા માં મળી હતી.

ભારત સરકારની સર્વોચ્ચ થિંક ટેક્ધ તરીકે, દિશાત્મક અને નીતિગત ઇનપુટ બંને પ્રદાન કરે છે. તેની વેબસાઈટ અનુસાર, થિંક ટેક્ધ “જરૂરી જ્ઞાન અને કૌશલ્યો સાથે એક અત્યાધુનિક સંસાધન કેન્દ્ર તરીકે પોતાને વિક્સાવી રહી છે જે તેને ઝડપ સાથે કાર્ય કરવા, સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા, સરકાર માટે વ્યૂહાત્મક નીતિ વિઝન પ્રદાન કરવા અને આકસ્મિક મુદ્દાઓ સાથે વ્યવહાર કરવા સક્ષમ બનાવશે.”

નીતિ આયોગના ઘણા ઉદેશ્યોમાં સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપવું, રાજ્યોની સક્રિય ભાગીદારી સાથે રાષ્ટ્રીય વિકાસની પ્રાથમિક્તાઓ, ક્ષેત્રો અને વ્યૂહરચનાઓનું સહિયારું વિઝન વિકસિત કરવું, અને ગ્રામ્ય સ્તરે વિશ્ર્વસનીય યોજનાઓ ઘડવાની પદ્ધતિ વિક્સાવવી અને તેને ઉચ્ચ સ્તરે સરકાર ક્રમશ: એકત્ર કરવાનો સમાવેશ થાય છે.