દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ અવૉર્ડ:આરઆરઆર ફિલ્મ ઑફ ધ યર, ‘કાશ્મીર ફાઇલ્સ’ બેસ્ટ ફિલ્મ, આલિયા ભટ્ટ બેસ્ટ એક્ટ્રેસ

મુંબઈ,

એસ એસ રાજમૌલિની ફિલ્મ ‘આરઆરઆર’ તથા વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને દાદા સાહેબ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવી છે. રાજમૌલિની ફિલ્મ ઑફ ધ યર તથા ‘કાશ્મીર ફાઇલ્સ’ને બેસ્ટ ફિલ્મનો અવૉર્ડ આપવામાં આવ્યો છે.આલિયા ભટ્ટને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે બેસ્ટ એક્ટ્રેસનો અને રણબીર કપૂરને ‘બ્રહ્મા’ માટે બેસ્ટ એક્ટરનો અવૉર્ડ મળ્યો છે. ‘કાંતારા’ ફૅમ રિષભ શેટ્ટીને બેસ્ટ પ્રોમિસિંગ એક્ટર તરીકે પસંદ કરવામાં આવ્યો છે.વરુણ ધવનને ‘ભેડિયા’ માટે ક્રિટિક્સ બેસ્ટ એક્ટરનો અવૉર્ડ આપવામાં આવ્યો છે. અનુપમ ખેરને ‘કાશ્મીર ફાઇલ્સ’ માટે મોસ્ટ વર્સેટાઇલ એક્ટર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. રેખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપેલા યોગદાન માટે સન્માનિત કરવામાં આવી હતી.

દાદા સાહેબ ફાળકે અવૉર્ડ લિસ્ટ જોઇએ તો…

બેસ્ટ ફિલ્મ: કાશ્મીર ફાઇલ્સ

ફિલ્મ ઑફ ધ યર: ઇઇઇ

બેસ્ટ એક્ટર: રણબીર કપૂર (બ્રહ્મા)

બેસ્ટ એક્ટ્રેસ: આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી)

ક્રિટિક્સ બેસ્ટ એક્ટર: વરુણ ધવન (ભેડિયા)

ક્રિટિક્સ બેસ્ટ એક્ટ્રેસ: વિદ્યા બાલન (જલસા)

બેસ્ટ ડિરેક્ટર: આર બાલકી (ચુપ)

બેસ્ટ સિનેમેટોગ્રાફર: પીએસ વિનોદ (વિક્રમ વેધા)

મોસ્ટ પ્રોમિસિંગ એક્ટર: રિષભ શેટ્ટી (કાંતારા)

બેસ્ટ એક્ટર સપોટગ રોલ: મનીષ પૉલ (જુગ જુગ જિયો)

બેસ્ટ પ્લે બેક સિંગર મેલ: સાંચેત ટંડન (જર્સી- માઇયા મૈનુ…)

બેસ્ટ પ્લે બેક સિંગર ફીમેલ: નીતિ મોહન (ગંગુબાઈ કાઠિયાવાડી- મેરી જાન…)

બેસ્ટ વેબ સિરીઝ: રુદ્ર (હિંદી)

મોસ્ટ વર્સેટાઇલ એક્ટર: અનુપમ ખેર (કાશ્મીર ફાઇલ્સ)

ટેલિવિઝ સિરીઝ ઑફ ધ યર: અનુપમા

બેસ્ટ એક્ટર ઇન ટીવી સિરીઝ: જેન ઈમામ (ફના)

બેસ્ટ એક્ટ્રેસ ઇન ટીવી સિરીઝ: તેજસ્વી પ્રકાશ (નાગિન)

આઉટ સ્ટેન્ડિંગ કોન્ટ્રિબ્યૂશન ઇન ફિલ્મ ઇન્ડસ્ટ્રી: રેખા

આઉટ સ્ટેન્ડિંગ કોન્ટ્રિબ્યૂશન ઇન મ્યૂઝિક ઇન્ડસ્ટ્રી: હરિહરન