સાધ્વી પ્રાચી સ્વરા ભાસ્કર પર ભડક્યા,ટૂંક સમયમાં તલાક થશે

મુંબઇ,

પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે પ્રખ્યાત વિશ્ર્વ હિન્દુ પરિષદના નેતા સાધ્વી પ્રાચીએ સ્વરા ભાસ્કરના લગ્ન પર આકરી પ્રતિક્રિયા આપી છે.તેમણે કહ્યું કે ભારતને ટૂંક સમયમાં હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવામાં આવશે. તેમણે મુસ્લિમ સમુદાયના લોકોને ઘરે પરત ફરવાનું આમંત્રણ પણ આપ્યું છે. બરેલીના સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સાધ્વી પ્રાચીએ આ વાત કહી. કહેવાય છે કે કાઝી, મૌલાના, પંડિત અને સાધ્વી બધા બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરના લગ્નનો વિરોધ કરવામાં વ્યસ્ત છે.

બરેલી પહોંચેલી વિશ્ર્વ હિંદુ પરિષદની નેતા સાધ્વી પ્રાચીએ સ્વરા ભાસ્કર પર નિશાન સાધતા કહ્યું કે સ્વરા ભાસ્કર પહેલાથી જ હિંદુ વિરોધી નિવેદનો આપતી રહી છે અને હવે તેણે ફહાદ અહેમદ સાથે લગ્ન કરીને સાબિત કરી દીધું છે કે તે હિંદુ વિરોધી છે. સ્વરાએ કદાચ શ્રદ્ધાની શુ હાલત થઇ તે જોયુ નથી મૃતદેહના ટુકડા ફ્રિજ અને સૂટકેસમાંથી મળ્યા હતા. જો સ્વરા ભાસ્કરે આ જોયું હોત તો કદાચ તેણે લગ્ન ન કર્યા હોત. સાધ્વી પ્રાચીએ કહ્યું કે સ્વરા ભાસ્કર સાથે પણ આવી જ ઘટના બને તો નવાઇ નહી.જો જો ને ટૂંક સમયમાં સ્વરાના તલાકના સમાચાર પણ મીડિયામાં આવશે.

સાધ્વી પ્રાચીએ કહ્યું કે ટૂંક સમયમાં ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવામાં આવશે. ભારત ટૂંક સમયમાં અખંડ ભારત બનશે. તેમણે કહ્યું કે ભારતમાં રહેતા તમામ લોકોના વડીલો હિન્દુ હતા. મદનીએ એમ પણ કહ્યું છે કે ઓમ અને અલ્લાહ એક છે. તેમણે કહ્યું કે અમે દરેકને ઘરે પાછા ફરવાનું આમંત્રણ આપીએ છીએ. ભારતનું વિભાજન ધર્મના આધારે થયું હતું તેથી ભારત હિન્દુઓનું છે. સાધ્વી પ્રાચીએ પણ આરએસએસના વડા મોહન ભાગવતે આપેલા નિવેદનને સમર્થન આપ્યું હતું કે દરેક ભારતીયના પૂર્વજો હિન્દુ છે.