નવીદિલ્હી,
નિક્કી યાદવ હત્યા કેસમાં નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે સાહિલ ગેહલોત અને તેના મિત્રોએ નિક્કી યાદવની હત્યાને અકસ્માતમાં પરિવતત કરવાની યોજના બનાવી હતી, પરંતુ તેઓ આ રીતે ઘટનાને અંજામ આપવામાં સફળ થઈ શક્યા ન હતા. નિક્કી યાદવની હત્યાના સંબંધમાં ધરપકડ કરવામાં આવેલ મુખ્ય આરોપી સાહિલ ગેહલોત, તેના પિતા વીરેન્દ્ર અને અન્ય ચાર લોકોએ તેના મૃતદેહનો એવી રીતે નિકાલ કરવાની યોજના બનાવી હતી કે જાણે તે માત્ર એક અકસ્માત હોય તેમ લાગે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી સાહિલ ગેહલોત નિક્કીની હત્યા બાદ દિલ્હીના પશ્ર્ચિમ વિહારમાં મિત્રો અને પિતરાઈ ભાઈઓને મળ્યો હતો. આ લોકો સાહિલ માટે કપડાં લાવ્યા હતા. સાહિલ ગેહલોતે ઢાબા પર ફ્રિજમાં નિક્કી યાદવના મૃતદેહને છુપાવીને કપડાં બદલી નાખ્યા હતા. નિક્કી યાદવ હત્યા કેસમાં પોલીસે સાહિલ ગેહલોત, તેના મિત્ર અને પિતરાઈ ભાઈને પણ આરોપી બનાવ્યા છે.
પોલીસે જણાવ્યું હતું કે સાહિલના લગ્ન પછી છ આરોપીઓ પાસે મૃતદેહના નિકાલ માટે અનેક વિકલ્પો હતા. નિક્કી યાદવ હત્યા કેસની તપાસ કરી રહેલા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સાહિલે પૂછપરછ દરમિયાન કહ્યું હતું કે તેણે પહેલા શરીર પર ટ્રક અથવા તેના જેવું જ કોઈ ભારે વાહન ચલાવવાનું વિચાર્યું જેથી એવું લાગે કે તે કોઈ અકસ્માતમાં તેનુ મોત થયું છે. હત્યા બાદ તેણે નિક્કીની લાશને હરિયાણામાં ક્યાંક કેનાલમાં કે ખેતરમાં ફેંકી દેવાનો પ્લાન પણ બનાવ્યો હતો. પણ તે શક્ય બન્યું ન હતુ.
સાહિલ ચારેયને પશ્ર્ચિમ વિહારની રેડિસન હોટલ પાસે મળવા બોલાવ્યા છે. આ પછી સાહિલે મોબાઈલ સ્વીચ ઓન કર્યો. આરોપી આશિષની નેક્સા કારમાં પશ્ર્ચિમી વિહાર પહોંચ્યો હતો. અહીં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે મૃતદેહને ઢાબાના રેફ્રિજરેટરમાં રાખવામાં આવે, જેથી તે બગડે નહીં. જે બાદ ઘરે ગયા બાદ ચારેયએ વીરેન્દ્રને નિકીની હત્યા અંગે જણાવ્યું હતું. આમ છતાં તેના પિતા વીરેન્દ્રએ સાહિલને ચૂપચાપ લગ્ન કરવાનું કહ્યું હતું.