મહીસાગર જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. લુણાવડા નજીક જાનને અકસ્માત નડ્યો છે. લુણાવાડા નજીક જાનૈયાઓથી ભરેલો ટેમ્પો ખાડીમાં ખાબકતા 6 લોકોના કરૂણ મોત નિપજ્યાં છે. તો ટેમ્પોમાં સવાર અન્ય 22 જેટલા લોકોને ઈજા પહોંચી છે.
પોલીસની ટીમ દોડી આવી
મળતી માહિતી અનુસાર, મહીસાગરના લુણાવાડા નજીક જાનૈયાઓને અકસ્માત નડ્યો છે. લગ્નમાં જઈ રહેલો ટેમ્પો ખાડીમાં ખાબક્યો છે. આ દુર્ઘટનામાં ટેમ્પોમાં સવારમાં 6 લોકોના મૃત્યુ નિપજ્યા છે. અકસ્માતની જાણ થતાં એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી આવી છે.
22 જેટલા લોકો ઈજાગ્રસ્ત
ટેમ્પોમાં સવાર ઇજાગ્રસ્તોને અને મૃતકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ભયાનક અકસ્માતમાં 22 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.