સુરત,
સુરતના રાંદેર પ્રાઈમ માર્કેટ નજીક લૂંટની ઘટના બની છે.બંધન બેંકની નીચેના ઘરમાં પરિવારને બંધક બનાવી લુંટારુઓએ ૭ લાખની લૂંટ ચલાવી હતી. માહિતી મુજબ લૂંટારૂઓએ વૃદ્ધ કાકાને આખી રાત બંધક બનાવ્યા હતા, હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસ શરૂ કરી છે. આ પરિવાર દ્ગઇૈં હોવાનુ માનવામા આવી રહ્યુ છે.
આ પહેલા રાજકોટ અમદાવાદ હાઈવે પર સાયલા નજીક ફિલ્મી ઢબે કરોડોની ચાંદીની લૂંટ ચલાવવામાં આવી હતી.બે કારમાં આવેલા અજાણ્યા ૭ લૂંટારૂઓએ કારને આંતરી ૭૦૪ કિલો ઇમિટેશનની જ્વેલર્સ અને ૯૯૨ કિલો ચાંદી સહિત કુલ ૩.૯૩ કરોડના મુદ્દામાલની લૂંટ કરી ફરાર થયા હતા, ત્યારે લૂંટના કેસમાં પોલીસ એક્શન મોડમાં છે. પોલીસની ૫૦થી વધુ ટીમ લૂંટારૂઓને પકડવા દોડતી થઈ છે. ઘટનાના એક દિવસ બાદ પણ લૂંટારૂઓ પોલીસ પકડથી દૂર છે. પ્રાથમિક ધોરણે આંતરરાજ્ય અને સ્થાનિક ગેંગે મળીને લૂંટ ચલાવી હોવાનું અનુમાન છે તો પોલીસ તપાસમાં ૭ લૂંટારૂઓ હિન્દી-ગુજરાતી બોલતા હોવાનો ખુલાસો થયો છે. પોલીસ વિભાગે હાઈવે હોટલો પરના ઝ્રઝ્ર્ફની તપાસ શરૂ કરી છે.