ઓસ્ટ્રેલિયાના કંગાળ ટેસ્ટ પ્રદર્શનને લઈ પૂર્વ કેપ્ટન ભડક્યા ઓસ્ટ્રેલિયાની ટીમનુ અત્યાર સુધીનુ ખરાબ પ્રદર્શન ભૂલોથી ભરેલુ છે. : માઇકલ કલાર્ક

નવીદિલ્હી,

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ મોટા અરમાનો સાથે ભારત પ્રવાસે આવી હતી. ભારત પ્રવાસ પહેલા મોટા મોટા નિવેદનો કરીને માહોલ ગરમ કરી દીધો હતો. બંને ટીમો વચ્ચે પિચ યુદ્ધના મેદાન સમાન દેખાવા લાગી હતી. પરંતુ વાસ્તવિક રમત શરુ થતા જ દૂધનુ દૂધ અને પાણીનુ પાણી થવા લાગ્યુ હતુ. નિવેદનબાજી માં જે સવાલો અને સમસ્યાઓને મોટી બતાવાઈ હતી, એ જ પિચ પર ભારતે શ્રેષ્ઠ પ્રદર્શન રજૂ કર્યુ હતુ. ભારતીય ટીમે બેટિંગ અને બોલીંગ બંને વિભાગમાં ચઢીયાતુ પ્રદર્શન કરી બતાવ્યુ હતુ. પરીણામે હવે ઓસ્ટ્રેલિયામાં સૂર બદલાયા છે, હવે ટીમની રમતમાં ભૂલોને શોધીને શિખ અપાઈ છે.

આ શિખ હવે હવે ભારતને ઉદાહરણ બતાવીને ઓસ્ટ્રેલિયાની ટીમને અપાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કનુ માનવુ છે કે, ઓસ્ટ્રેલિયાની ટીમનુ અત્યાર સુધીનુ ખરાબ પ્રદર્શન ભૂલોથી ભરેલુ છે. અભ્યાસ મેચ નહીં રમવાને પણ મોટી ભૂલ ગણાવી હતી.પ્રવાસે આવનાર ઓસ્ટ્રેલિયાની ટીમ અભ્યાસ મેચ રમવાથી દૂર રહી હતી. ભારતમાં આવીને ઓસ્ટ્રેલિયાની ટીમે બેંગ્લુરુના અલૂરમાં અભ્યાસ કેમ્પ યોજ્યો હતો. જ્યાં નેટમાં પ્રેકટિસ કરીને બેટરોને તૈયાર કરવામાં આવ્યા હતા. અહીં અશ્ર્વિન જેવી એક્શનમાં બોલિંગ કરનારા બોલરને બોલાવીને અભ્યાસ કર્યો આવી જ રીતે તિરાડો ધરાવતી પિચો પર અભ્યાસ કર્યો હતો. જોકે આ બધા વચ્ચે ઓસ્ટ્લયાએ અભ્યાસ મેચ રમવાનુ આયોજન નહોતુ કર્યુ. તેઓએ તૈયારીઓ માટેના નવા પ્લાનમાં ટેસ્ટ સિરીઝ પહેલા કોઈ અભ્યાસ મેચ નહીં રમવાનુ નક્કી કર્યુ હતુ.

પૂર્વ કેપ્ટન ક્લાર્કને સૌથી મોટી આ જ ભૂલ જણાઈ રહી છે કે, અભ્યાસ મેચ રમવામાં ના આવી. મીડિયા રીપોર્ટ્સ મુજબ ઓસ્ટ્રેલિયામાં ક્લાર્કે એક સ્પોર્ટ્સ શોમાં બતાવ્યુ હતુ કે, “હું જે જોઈ રહ્યો છે એનાથી હેરાન નથી. કારણ કે આપણે અભ્યાસ મેચમાં હિસ્સો નથી લીધો. મોટી, મોટી, મોટી ભૂલપ ત્યાં ઓછામાં ઓછી એક મેચ હોવી જોઈતી હતી, જેથી પરિસ્થિતીઓથી વાકેફ થઈ શકાય”.

શરુઆતની બંને ટેસ્ટ ગુમાવ્યાને લઈ ક્ષતીઓ શોધી શોધીને રજૂ કરનારા પૂર્વ કેપ્ટન ક્લાર્કે સ્પીનરો સામે બેટિંગ કરવાને લઈ ભારતીય બેટરો પાસેથી શિખવાની સલાહ આપી હતી. ક્લાર્કે કહ્યુ, એવુ લાગે છે કે, “એવુ લાગી રહ્યુ છે કે આપણે ભારતને બેટિંગ કરતા નથી જોઈ રહ્યા. માની લીધુ કે આ લોકો પરિસ્થિતીઓને વધારે સારી રીતે જાણે છે અને એ અનુસાર તેઓએ રમી રહ્યા છે. જો તે આટલા સારા રહ્યા છે તો આપણે શુ કામ અલગ કરવાની કોશિષ કરવી જોઈએ?

આગળ કહ્યુ કે, જો ૨૦૦ રન બનાવતા તો મેચ જીતી શખતા હતા. “અમારો સ્કોર એક વિકેટ પર ૬૦ રન હતો” જેની સામે બાકીની ૯ વિકેટ ઓસ્ટ્રેલિયાએ માત્ર ૫૪ રનમાં જ ગુમાવી દીધી હતી. આમ ભારતે દિલ્લી ટેસ્ટને સરળતાથી આસાન લક્ષ્ય ૧૧૫ના આંકડાને પાર કરી લીધો હતો. આ માટે ભારતે ૪ વિકેટ ગુમાવી હતી.

સવાલો ઉઠાવતા કલાર્કે કહ્યુ કે, પ્રથમ ટેસ્ટ માટે પસંદગી કરવાને લઈ ભૂલ કરી. “બીજી ટેસ્ટમાં તેણે સ્વીપ કર્યુ. અમે પ્રથમ ટેસ્ટમાં ખૂબ સ્વીપ શોટ જોયા જ્યારે ઈનીંગની શરુઆત કરતા હોય ત્યારે સ્વીપ શોટ માટે યોગ્ય સમય નથી હોતો” ઓસ્ટ્રેલિયાની અડધી ટીમ સ્વીપ કે રિવર્સ સ્વીપ કરવાના પ્રયાસમાં પેવેલિયન પરત ફરી હતી.

ફિલ્ડીંગ સજાવવાને લઈ પણ સવાલ ઉઠાવ્યો અને બતાવ્યુ કે, “મને માન્યામાં નથી આવી રહ્યુ કે, અમારી રણનિતીની સાથે શુ થયુ. અમારી પાસે ફક્ત ૧૦૦ રન હતા. એક સમયે કમિન્સની પાસે બાઉન્ડરી પર ચાર ખેલાડીઓ હતા. ટેસ્ટ મેચમાં અઢી દિવસનો સમય બાકી હતો. તમે ભારતને સો તી ઓછા રને આઉટ કરી રહ્યા છો અથવા તમે હારી રહ્યા છો.