- નીગ્રો દ્વારા લૂંટ દરમ્યાન ઘટના બની.
જોહનીસબર્ગ,
વિદેશમાં રોજગારી માટે જતા ભારતીયો ઉપર હુમલા અને હત્યાની ઘટનાઓ ભારતમાં રહેતા પરિવારજનો માટે ચિંતાનો વિષય બનતી હોય છે. આફ્રિકામાં વધુ એક ભારતીયની નીગ્રો લૂટારૂરો દ્વારા હત્યાનો મામલો સામે આવ્યો છે. જંબુસરના યુવાન જંબુસરના જુબેર પટેલ ઉર્ફે જુબેર દેગ ની દક્ષિણ આફ્રિકામા ગોળી મારી હત્યા કરી નાખવામાં આવી છે. નીગ્રો લૂંટારૃઓએ જોહનીસબર્ગમા આવેલ ફોડ્સ બર્ગ ટાવર પાસે ગોળી મારી જુબેર પટેલની હત્યા કરી નાખી છે. સૂત્રો અનુસાર મોબાઈલ શોપમાં લૂંટ કરવા આવેલા નીગ્રો લૂંટારુઓએ ગોળીબાર કરતા જુબેરને ગોળી વાગી હતી જેનું મોત નીપજ્યું હતું
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જાવેદ પટેલ મૂળ ભરૂચ જિલ્લાના જંબુસરનો વતની છે. દક્ષિણ આફિકાના જોહનીસબર્ગમાં તે રોજગારી માટે ગયો હતો. જોહનીસબર્ગના ફોડ્સ બર્ગ ટાવરમાં તે મોબાઈલ શોપમાં નોકરી કરતો હતો. સોમવારે જોહનીસબર્ગના ફોડ્સ બર્ગ ટાવરમાં નીગ્રો લૂંટારુઓ ત્રાટક્યા હતા. સ્થાનિક દુકાનદારો અને ગ્રાહકોને ધમકાવી બાનમાં રાખવા નીગ્રો લૂંટારુએ બંદૂક બતાવી હતી. આ દરમ્યાન નાસભાગ મચી જતા તેણે ગોળીબાર કર્યો હતો. ફાયરિંગમાં જાવેદ પટેલને ગોળી વાગી જતા તે ફસડાઈ પડ્યો હતો. સ્થાનિકો દ્વારા જાવેદને તાત્કાલિક સારવાર અપાવવા પ્રયત્ન કરાયો હતો પરંતુ તે ઘટનાસ્થળેજ મૃત્યુ પામ્યો હતો. ઘટનાના પગલે જોહનીસબર્ગ પોલીસ ફોડ્સ બર્ગ ટાવર દોડી આવી હતી.
પરિવારને વતનમાં છોડી જાવેદ પટેલ વિદેશની ધરતી ઉપર રોજગારી માટે ગયો હતો. સારા ભવિષ્યના નિર્માણ માટે વતનથી સેંકડો કિલોમીટર દૂર ગયેલા જાવેદ સાથે એવી ઘટના બની કે તેના પરિવારને ભાવિ અંધકાર તરફ ધકેલાઈ જવાનો ભય વર્તાઈ રહ્યો છે. ગોળીબારમાં જાવેદ પટેલની હત્યાના સમાચાર જંબુસર પંથકમાં આવતા પરિવારમાં માતમનો માહોલ છવાઈ ગયો હતો. અચાનક આવેલા માઠાં સમાચારથી પરિવારજનો હેબતાઈ ગયા હતા. પરિવાર ઉપર આવી પડેલી અંધારી આફતના પગલે સાંત્વના આપવા સ્વજનો તેમજ મિત્રો જાવેદ પટેલના ઘરે પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સમયાંતરે આફ્રિકામાં ભારતીય યુવાનો નિગ્રોના હુમલાનો શિકાર બને છે. ઘણા લોકોએ આ હુમલાઓમાં જીવ પણ ગુમાવ્યા છે. વિદેશમાં રોજગારી માટે ગયેલા યુવાનોના પરિવારજન આ પ્રકારની ઘટનાઓથી ચિંતિત બન્યા છે જે ભારત સરકાર જરૂરી પગલાં ભરે તેવી માંગ કરી રહ્યા છે.