દે.બારીયા,
દે.બારીયા શહેરમાં નગર પાલિકાનો બુલડોઝર રાજના કારણે દબાણ નામે નાના પથારાવાળા વેપારીઓને પાલિકા તંત્રની સરમુખત્યારશાહીથી હટાવી દેવામાં આવ્યા જેથી પથારાવાળા તથા નાના ફુટપાટયા રોજનું કમાવનારા બેરોજગાર બની ચુકયા છે. દબાણ ઝુંબેશના લુહામણા નામે શહેરના આખા બજારના વેપાર ઉપર તેની અસર વર્તાઈ હતી. તેના માટે કોણ જવાબદાર છે…?
પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયા શહેર તથા પંંથકમાં છેલ્લા એક સપ્તાહથી ગરમીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બપોર સુધીમાં તો 34 ડીગ્રી કરતા પણ વધારે તાપમાન નોંધાઈ રહ્યો છે. તેમજ મોડી રાત્રે ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે. તેથી શહેર અને પંથકમાં બેવડી ઋતુનો અહેસાસ જોવા મળે છે. દિવસે ઉનાળા મુજબ દિવસ લાંબો થતો જાય છે અને શિયાળો વિદાઈ થઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી સતત ગરમીનો પારો વધારો જોવા મળે છે અને શહેરના બજારમાં વેપારમાં તેજી એટલા માટે જોવા મળી રહી છે. હોળી માતાના ધ્વજ સાથે દાંડો રોપાઈ ચુકયો છે. જેથી આસપાસના પંંથકના આદિવાસીઓનો હોળીનો પર્વ મુખ્ય છે. તેની ઉજવણી કરવા માટે વતન પરત આવી રહ્યા છે. જેથી શહેરના બજારોમા અચ્છી ખાસી ભીડ જોવામાં આવી રહી છે.
હોળીના પર્વને માંંડ 15 દિવસ જ બાકી રહ્યા છે. હોળીના પર્વની ઉજવણી પંથકમાં ધામધૂમ સાથે થાય છે. આદિવાસીઓ ગમે તેટલી દુર કામે ગયા હોય તો પણ હોળીનો પર્વ તો વતનમાં આવીને ઉજવતા હોય છે અઅને હોળી ના ઉજવયા બાદ લગ્નની સીજન ચાલે છે. તે ચોમાસું આવીને બંધ થાય છે.