સગીરાના અપહરણના ગુન્હામાં સંંતરામપુર ડોળીના આરોપીને પોકસો એકટ હેઠળ 20 વર્ષની સજા ફટકારતી મહિસાગર કોર્ટ

લુણાવાડા,

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ડોળી ગામ આરોપી અશ્ર્વિનભાઈ બળવંતભાઈ ભુરીયાનાઓએ સને ર0ર1માં સંતરામપુર તાલુકાની 1પ વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી પટાવી ભગાડી જઈ યૌનશોષણ કરી ગુન્હો કરેલ હોય આરોપી વિરૂધ્ધ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં પોકસો એકટ તેમજ ઈ.પી.કો. કલમ મુજબ ગુનો નોંધાયા બાદ મહીસાગરના એડીશ્ર્નલ સેશન્સ જજની કોર્ટમાં સ્પે.પોકસો. કેસ શરૂ થયો હતો. આરોપી વિરૂધ્ધ સદર કેસ ચાલી જતા અને સરકાર તરફે સરકારી વકીલ જયવીરસિંહ જે. સોલંકીની ધારદાર દલીલોને ગ્રાહય રાખી સ્પે.પોકસો જજ અને એડીશ્ર્નલ સેશન્સ જજ મમતાબેન એમ. પટેલે આરોપી વિરૂધ્ધ પુરતો પુરાવો હોય ઈ.પી.કો. કલમ તેમજ પોકસો એકટ હેઠળ આરોપી અશ્ર્વિનભાઈ બળવંતભાઈ ભુરીયાનાઓનેે ર0 વર્ષની સખત કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યોે અને ભોગ બનનારને કાનુની સેવા સત્તા મંડળ મહીસાગરને રૂપિયા ત્રણ લાખ વળતર પેટે ચુકવવાનો હુકમ આજરોજ તા.ર1/0ર/ર0ર3ના રોજ કર્યો.