દાહોદ,
તગડા વ્યાજે નાણાધીરી મુદ્દલ કરતા બમણું વ્યાજ વસુલ્યા પછી પણ ખોટી રીતે જમીન ગીરવે મુકેવ હોવાનું સ્ટેમ્પ પેપર પર લખાણ લઈ જમીનનો કબજો લઈ વધુ ચાર ગણા રૂપિયા માંગી લેણધાર વિધવા મહિલાને પઠાણી ઉઘરાણી કરી મારી નાંખવાની ધમકી આપી એટ્રોસીટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપનાર લીમખેડાના પાણીયા ગામના વ્યાજખોર સામે વિધવા મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યાનું જાણવા મળ્યું છે.
લીમખેડાના પાણીયા ગામે સીમોડા ફળિયાંમાં રહેતી કોકીલાબેન સબુરભાઈ મગનભાઈ બારીયા નામની 42 વર્ષીય વિધવાએ તથા તેના પુત્ર હિમ્મતભાઈ સબુરભાઈ બારીયાએ તારીખ 11-7-2015ના રોજથી આજદિન સુધીમાં જે તે વખતે જરૂરી હોવાથી તેમના ગામના રમેશભાઈ ધીરાભાઈ વણકર નામના વ્યાજખોર પાસેથી તગડા વ્યાજે છુટક છુટક રીતે રૂપિયા 84000 લીધા હતા. જેની સામે કોકીલાબેન બારીયાએ આજદિન સુધી છુટક છુટક રૂપિયા 2,00,000 ભરી દીધા હતા. તેમ છતાં થોડા થોડા સમયના અંતરે મૂળ રકમ પર વ્યાજ ચઢાવી ખોટી રીતે જમીન ગીરવે મૂકેલ હોવાનું સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કોકીલાબેન પાસેથી લઈ લીધું હતું અને જમીનનો કબજો લઈ વ્યાજખોર રમેશભાઈ હીરાભાઈ વણકરે વ્યાજના રૂપિયા 4 લાખ બાકી કાઢી, મારા બાકી નાણા આપી દો, નહી તો હું તમને છોડીશ નહી. અને જાનથી મારી નાખીશ કહી ગાળો બોલી એટ્રોસીટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા અવાર નવાર આવી ધમકીઓ તથા પઠાણી ઉઘરાણીથી કંટાળી ગયેલ કોકીલાબેન સબુરભાઈ મગનભાઈ ભારીયાએ આ સંબંધે વ્યાજખોર રમેશબાઈ હીરાભાઈ વણકર વિરૂધ્ધ લીમખેડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ઈપીકોે કલમ 384, 506(2), 504 તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ એક્ટ 2011ની કલમ 40, 42(એ), (ડી) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.