ફતેપુરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના સંમેલનમાં લાભાર્થીઓને 6 કલાક બેસાડી રાખ્યા બાદ ફુડ પેકેટ આપતાં પડાપડી

દાહોદ,

દાહોદ જિલ્લાના મુખ્ય મથક ફતેપુરા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓનું એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં 6 કલાક સુધી લાભાર્થીઓને બેસાડી રાખ્યા બાદ પણ ભોજન કે ફુડ પેકેટની વ્યવસ્થા કરવામાં ન આવતાં અને આખરે 6 કલાક બાદ કાર્યક્રમના અંત બાદ ફુટ પેકેટોનું આયોજન કરવામાં આવતાં ભુખથી તળવણી ઉઠેલા લાભાર્થીઓમાં ફુટ પેકેટો લેવા પડાપડીના દ્રશ્યો સર્જાયાં હતાં.

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આઈ કે દેસાઈ હાસ્કુલના પાછળના ભાગે આવેલ આઈટીઆઈના મેદાનમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણનો લાભાર્થી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ બપોરના 2.00 વાગ્યા શરૂઆત કરવાની હતી. જેના પગલે લાભાર્થીઓને 11 વાગ્યાના આઈટીઆઈ ખાતે બોલાવી લેવામાં આવ્યા હતા. સવારના 11 વાગ્યાના આવેલા લાભાર્થીઓ કાર્યક્રમમાં બેઠા હતા. સમગ્ર કાર્યક્રમ લગભગ સાંજના પાંચ વાગ્યા સુધી ચાયો હતો અને પાંચ વાગ્યાથી આજુબાજુ આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. ત્યારે સવારના 11 વાગ્યાથી માંડીને સાંજે 5.00 વાગ્યા સુધી આ કાર્યક્રમમાં ભુખે બેઠેલા લાભાર્થીઓ ટળવળી ઉઠ્યા હતા અને કાર્યક્રમના અંતે લાભાર્થીઓને ફુડ પેકેટો વિતરણ કરવામાં આવ્યા હતા. ત્યારે લાભાર્થીઓ ભુખે એટલા અકળાઈ ઉઠ્યા હતા કે આ ફુડ પેકેટો મેળળવા માટે રીતસરની પડાપડી કરી હતી. ત્યારે આવા કાર્યક્રમોમાં લાભાર્થીઓને 6-6 કલાક સુધી લાભાર્થીઓને ભૂખ્યા બેસાડી રાખવામાં આવે તે કેટલા અંશે યોગ્ય છે.

દાહોદ શહેર જિલ્લામાં દરેક વખતે સરકારી કાર્યક્રમ હોય અને તેમાં મુખ્ય અઘ્યક્ષ તરીકે જે નામ હોય તે મુખ્ય અઘ્યક્ષ કાયમ ખાતે એક કલાક જેવો સમય લેટ આવે છે. જેને લઈને વારંવાર દરેક કાર્યક્રમ બતાવેલ સમય કરતાં લેટ થતો હોય છે, તો શું દરેક વખતે લેટ આવવાનું કારણ શું હોય તે પણ વિચારવા જેવી બાબત છે.