બાલાસિનોર ભાથલા રોડ ઉપર આવેલું જુજેરા માં નો ઈતિહાસ

બાલાસીનોર,

મહીસાગર જિલ્લામાં બાલાસિનોર તાલુકામાં આવેલું ગામ ગજાપગીના મુવાડામાં વર્ષો પહેલા તળાવનું ખોદકામ ચાલતું હતું અને તળાવનું ખોદકામ કરનાર એ જમાનામાં ઓડ નામની અટક ધરાવનાર લોકો દ્વારા કરવામાં આવતું અને ગજાપગીના મુવાડામાં પણ ઓડ લોકો તળાવ ખોદવા આવ્યા હતા અને કોઈ કારણસર તળાવનું કામ ચાલતું હતું. ત્યારે ઓડ અટક ધરાવતા લોકો માંથી એક કુવાસી છોકરી અને એક માણસ મરી ગયા હતા. એવું કહેવાય છે કે, થોડા દીવસ પછી એક કુંભારણ પણ કોઇ કારણ સર મરી ગઈ હતી. એ ત્રણ જણા એ પરચો પૂર્યો અને કુવાસી છોકરી અને કુંભારણ બન્ને સુડવેલ (ચુડેલ) માતા તરીકે પુજાયા અને ઓડ લોકો માંથી એ માણસ ભુત દાદા તરીકે પુજાયા. વર્ષો વિતતા ગયા અને સુડવેલ (ચુડેલ) માતા માંથી જુજેરા તરીકે પુજાવા લાગ્યા.

જુજેરા નામ તો ગજાપગીના મુવાડા ગામના તળાવનું નામ છે. માં જુજેરા વારી સુડવેલ (ચુડેલ) માતા એ ભુવાજી લાલાભાઈ જુજેરાને એમની ભક્તિ થી ખુશ થઈ સાક્ષાત દર્શન આપી આશિર્વાદ આપ્યા છે.