નદીસર,
ગોધરા તાલુકાના પશ્ર્ચિમ વિસ્તારના ગામોમાં દેશી દારૂના ચલને માઝા મુકી છે અને તેના સેવનના કારણે આ તરફના ગામોમાં સેકડો પરીવારો બરબાદ થઈ રહ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના પશ્ર્ચિમ વિસ્તારના ગામો નદીસર, ખજૂરી, રતનપુર, જુનીધરી સહિત આસપાસના ગામોમાં દેશી દારૂના દુષણના કારણે ઘણા જ પરીવારો બરબાદી તરફ છે. લોકો એટલી હદે વ્યસની બની ગયા છે કે વહેલી સવારથી થી જ દારૂ પીવા લાઈનો લાગી જાય છે, તે મોડી સાંજે પણ આ જ રીતે દારૂ પીવાું ચલન ચાલુ છે. સતત દારૂના સેવનના કારણે આવા પરીવારો આર્થિક, સામાજિક, શારીરિક, માનસિક રીતે ખુવાર થઈ રહ્યા છે. એનીમિક, લીવર, ફેફસાના અનેક દર્દીઓ પણ આ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. આટલું ઓછું હોય તેમ દારૂના નશા છાટકા બનીને જાહેરમાં અપશબ્દો બોલવા ઝગડા કરવા તેમજ અપમાનજનક વર્તનના બનાવો પણ બને છે અન્ય લોકો ઝઘડા કે માથાકૂટ થવા બાબતે આવા લોકો થી દુર રહે છે, પરંતુ આ અતિગંભીર દૂષણ આ વિસ્તારમાં કાયમી ઘર કરી ગયું છે. દારૂ ગાળવાવાળાને જરૂરી અખાદ્ય ગોળ અને અન્ય ચીજો નજીકના વેપારીઓ પાસે થી જથ્થા બંધ મળી રહે છે. મળતી વિગતો પ્રમાણે કેટલાક દારૂ ગાળવાવાળા તો દારૂમાં ઝડપી નશો લાવવા માટે કેટલીક હાનિકારક ચીજો નાખતા હોવાની પણ આશંકા છે.
સ્થાનિક તંત્ર દ્વારા કોઈ અસર કારક કામગીરી થતી નથી અને સામાન્ય કાર્યવાહીમાં આવા તત્વો છૂટી જાય છે. ત્યારે સામાજીક રીતે ખાસ કરીને યુવાનોને બરબાદ થતા રોકવા આ દુષણને તાત્કાલિક અસરથી ડામવું જરૂરી છે.