શહેરા,
શહેરા લુણાવાડા હાઇવે માર્ગ ઉપર આવેલ હાંસેલાવ ગામ પાસેથી ફોરેસ્ટ વિભાગ એ પંચરવ લાકડા ભરેલ ટ્રકને અટકાવી હતી. લાકડા ભરેલ ટ્રકના ચાલક પાસે જરૂરી કાગળ માંગતા નહિ મળી આવ્યા હતા. બે નંબરી લાકડા અને ટ્રક મળી અંદાજીત 5 લાખનો મુદામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથધરી હતી.
શહેરા તાલુકા પંથકમાં છુપી રીતે દિવસ અને રાત્રિ દરમિયાન લાકડા ભરેલ વાહનોની અવર જવર વધી જતા ફોરેસ્ટ વિભાગ આર.એફ.ઓ. રોહિત પટેલ સહિતનો સ્ટાફ લુણાવાડા તરફ જવાના માર્ગ ઉપર આવેલ હાંસેલાવ ગામ પાસે પેટ્રોલિંગમાં હતા. ત્યારે ત્યાંથી પસાર થતી લાકડા ભરેલ ટ્રક નંબર Gj-18-U-6167 ને ઊભી રાખવા માટે હાથ કરતા ઊભી રાખી હતી. ચાલક પાસે લાકડાની હેરા ફેરી કરવા માટેના જરૂરી કાગળો માંગતા તે આપી શક્યો ના હતો. જેથી ફોરેસ્ટ વિભાગ દ્વારા બે નંબરી લાકડા ભરેલ ટ્રકને કચેરી ખાતે લાવીને તપાસ હાથધરી હતી. પંચરવ લાકડા અને ટ્રક મળી અંદાજીત 5 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
ફોરેસ્ટ વિભાગ એ ટ્રકમાં રહેલ પંચરવ લાકડા ક્યાંથી ભરેલ હતા અને ક્યાં ખાલી કરવાના હતા. તે દીશામાં તપાસનો દોર શરૂ કર્યો છે. આ માર્ગ પર અને અણીયાદ તરફ તેમજ ગોધરા તરફના હાઈવે માર્ગ ઉપર આવેલ ટીબા પાટીયા પાસેથી રાત્રિ દરમિયાન બે નંબરી લાકડાની હેરા ફેરી થતી અટકાવવામાં આવે તે પણ જરૂરી છે.