શહેરા,
શહેરામાં G20 સિટીવોક (મેરેથોન) નિમિતે નગર પાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. નગરના અણીયાદ ચોકડીથી એક કિમી લાંબી મેરેથોનનું પ્રસ્થાન ચીફ ઓફિસર તેજલ મુંધવા અને ઇજનેર જીગ્નેશભાઇ શાહ, સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર રાઠોડની ઉપસ્થિતિમાં નગર પાલિકાના ઉપપ્રમુખ હિંમતસિંહ પગી એ લીલી ઝંડી આપી હતી.
શહેરા નગર પાલિકા દ્વારા G20 સમિટ 2023 નિમિતે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે નગર પાલિકા દ્વારા અણીયાદ ચોકડી ખાતે થી નગર પાલિકાના ઉપપ્રમુખ હિંમતસિંહ પગી એ લીલી ઝંડી આપીને મેરેથોનનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ મેરેથોનમાં નગર વિસ્તારમાં આવેલ શારદા મંદિર હાઇસ્કુલ,એસ.જે.દવે હાઇસ્કુલ, જે.જી.સ્કૂલ સહિત વિવિધ શાળાઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. આ એક કિમી લાંબી શાળાના વિદ્યાર્થીઓ સાથેની મેરેથોન નગરના વિવિધ વિસ્તારમાં થઈને પાલિકા કચેરી ખાતે સમાપ્ત થઈ હતી. આ મેરેથોનમાં નગરપાલિકાના ચીફ ઓફિસર તેજલ મુંધવા, નગરપાલિકાના ઇજનેર જીગ્નેશભાઈ શાહ, સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ તેમજ મનુભાઈ સોલંકી સહિત વિવિધ શાળાના અને કોલેજના આચાર્ય તેમજ શિક્ષકો સહિત 2,000 કરતા વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા.