ગોધરા,
રાજ્યના અનેક શહેરોમાં ગેરકાયદેસર ચિકન મટનની શોપ ધમધમી રહ્યા છે અને તેમાં કાયદાનું પાલન થતું નથી. જે અંગે તાજેતરમાં હાઇકોર્ટ દ્વારા ગેરકાયદેસર ધમધમી રહેલા ચિકન મટન શોપ બંધ કરાવવા વહીવટી તંત્રને કડક સૂચનાઓ આપી હતી. જે સંદર્ભમાં આજરોજ ગોધરા નગર પાલિકાની ટીમ ગોધરા શહેરના ધાનકાવાડ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે મટન ચિકન શોપની દુકાન ચાલુ રાખી ધંધો કરી રહ્યા છે. જેથી ગોધરા નગર પાલિકાના ઇન્ચાર્જ સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર રમેશભાઈ મહેતા અને સેનેટરી ઇસ્પેકટર મનોજભાઈ ચૌહાણ સહિત નગર પાલિકાની ટીમ ધાનકાવાડ વિસ્તારમાં પહોંચી ગેરકાયદેસર રીતે મટન ચિકન શોપની દુકાનને બંધ કરાવી હતી.
ગોધરા નગર પાલિકા દ્વારા ગેરકાયદેસર ચિકન મટનની દુકાનો બંધ કરાવવાના હાઇકોર્ટના કડક આદેશોના અમલ કરવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ગોધરા શહેરના ધાનકાવાડ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે મટન ચિકન શોપની દુકાનમાં ગોધરા નગર પાલિકાની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં દુકાન ગેરકાયદેર રીતે ચલાવતા હોવાની જાણકારી મળતાં દુકાનને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી હતી અને દુકાનના સંચાલકને કડક સૂચનાઓ આપવામાં આવી હતી કે, જ્યાં સુધી બીજો હુકમ ના આવે ત્યાં સુધી દુકાન બંધ રાખવી અને જો નિયમનું પાલન કરવામાં નહિ આવે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેવી સૂચનાઓ આપી હતી.