બોરૂ પ્રાથમિક શાળા ખાતે 21 ફેબ્રુઆરી વિશ્ર્વ માતૃભાષા દિવસની ઊજવણી કરવામાં આવી

દુનિયાભરમાં ‘વિશ્ર્વ માતૃભાષા દિવસ’ની ઉજવણી ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવના મુખ્ય ઉદ્દેશ સાથે ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ પુસ્તકો અને ગ્રંથોનું પ્રદર્શન કરી શિક્ષણ સમિતિ બોરૂના ક્ધવીનર પુષ્પાબેન પટેલ દ્વારા બાળકોને વાંચન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ગુજરાતી ભજન ગીત, ફટાણા, ઊર્મિગીતો, લોકગીતોની કાજલબેનની સંગીત ટીમો દ્વારા રજૂઆત કરવામાં આવી.

વિશ્ર્વ માતૃભાષા દિવસની થીમ પર રંગોળી તથામારી ભાષા મારૂં ગૌરવ વિષય પર બાળકો અને શિક્ષકો દ્વારા નિદર્શન કરવામાં આવ્યું.

મુખ્ય શિક્ષક ગૌરાંગ જોષીએ માતૃભાષાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, બાળકને માતા તરફથી મળેલી ભાષા પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા. આવો, આ દિવસે આપણે સૌ ગુજરાતી બોલીએ, ગુજરાતી લખીએ અને ગુજરાતીને વિશ્ર્વ સ્તરે ગૌરવ અપાવવા સંકલ્પબદ્ધ બનીએ.

ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ પુસ્તકો અને ગ્રંથો સાથે નિકળનાર શોભાયાત્રાનું રાજ્યકક્ષાના કાર્યક્રમનું શાળાના બાળકો અને શિક્ષકોએ વ્યુ બોર્ડ પર જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.