ગોધરા,
ગોધરા શહેર વાવડી બુઝર્ગ વિસ્તારમાં આવેલ મહેંંદી બંંગલો પાર્ટી પ્લોટ ખાતે ગોધરા તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા આયોજીત પ્રધાનમંત્રી આવાસ યોજનાના મંજુરી પત્ર વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય સી.કે.રાઉલજીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મંજુરી પ્રમાણપત્રોનુંં વિતરણ કરવામાં આવ્યું હતું.
ગોધરા તાલુકામાં 1879 જેટલા લાભાર્થીઓને આવાસ મંજુર થયા છે. તે પૈકીના 1124 લાભાર્થીઓને આવાસ યોજનાનો પ્રથમ હપ્તો ચુકવી દેવામાં આવ્યા છે. જ્યારે અન્ય 775 લાભાર્થીઓના ખાતામાં આવાસનો પ્રથમ હપ્તો ચુકવી દેવામાં આવશે. કાર્યક્રમમાંં ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા ખાસ ટકોર કરવામાં આવી કે, પ્રધાનમંત્રી આવાસ યોજનાના નાણાંનો ઉપયોગ આવાસ બનાવવામાં કરવામાંં આવે જેને લઈ અન્ય લાભાર્થીઓની સહાય ન અટકે.
બોકસ: ધારાસભ્ય સી.કે.રાઉલજીનો કટાક્ષ બાધા રાખવાથી મંત્રી પદ નથી મળતું…..
ગોધરા ખાતે યોજાયેલ પ્રધાનમંત્રી આવાસ યોજના મંંજુરી પત્રોના વિતરણ કાર્યક્રમમાં ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા પોતાની લાક્ષણિક હળવા અંદાજમાં રમુજ કરી કે બાધાઓ રાખવાથી મંત્રી પદ નથી મળતું. વધુમાં સ્ટેજ ઉપર બેઠેલા માજી મંત્રી નિમીષા સુથારને જણાવતા કહ્યું કે, મોદી સાહેબને રૂબરૂ મળી રાઉલજીને મંત્રી પદ લઈ જશે તેમ ન સમજતા તેવી રમુજ પણ કરી સાથે એ પણ જણાવ્યુંં કે, એક સરપંચ પોતાના પદ પરથી રાજીનામું ન આપે મેં મારા વિસ્તારના બે પુલ અને એક રસ્તા માટે મંત્રી પદ પરથી રાજીનામું આપ્યુંં હતું. કાર્યક્રમમાંં ધારાસભ્ય દ્વારા ગુજરાતમાં લાલ ચંદનની ખેતી માટે વન વિભાગની હાલમાં મંજુરી નથી માટે પોતે વડાપ્રધાનને મળીને ગુજરાતના ખેડુતો લાલ ચંદનની ખેતી કરી શકે તે માટે મંજુરી અપાવવા રજુઆત કરી તેમ જણાવ્યું હતું.
બોકસ: આવાસ યોજનાના નાણાં ઉપાડવા બેંકમાં જાવ ત્યારે વચેટીયાથી ચેત જો તેવી ટકોર….
આજ રોજ તાલુકા કક્ષાના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મંજુરીપત્રનો વિતરણ ધારાસભ્ય સી. કે. રાઉલજીના ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં તેઓએ લાભાર્થીઓને સંબોધન કરતા કહ્યું હતું કે, સરકારી આવાસ યોજનાના નાણાં સીધા લાભાર્થીના ખાતામાં જમા થાય છે, તે ખૂબ સારી બાબત છે. પરંતુ જ્યારે આ નાણાં લેવા માટે બેંકમાં જાવ ત્યારે ઘરના અન્ય મોટા વ્યક્તિને સાથે લઈ જવા લાભાર્થીઓને ટકોર કરી હતી અને બેંકમાં સહાયના નાણાં ઉપાડવા જાવ ત્યારે પણ વચેટિયાઓ હસે જેઓ મારૂં શું ? આવું કહેશે માટે ચેત જો તેમજ સી.કે.રાઉલજીએ જણાવ્યું કે, મારે શું ? અને મારૂં શું ? આ બન્ને વાકયો વહીવટી તંત્રમાં ખુબ જ અગત્યના છે. ધારાસભ્ય સી.કે.રાઉલજી વધુમાં આ બાબતે જણાવ્યું કે, મારે શું ? અને મારૂં શું ? એ ફરીથી કહેવા અંગેનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે મારે શું એટલે દરેક અધિકારી અને પદાધિકારી પોતાની ફરજ સમજી પ્રજાના કામો કરે અને મારૂં શું એટલે કોઈપણ પ્રકારની અપેક્ષા વગર કામો કરવામાં આવે.