બાળ લગ્ન એક અભિશાપ : બાળ લગ્ન પ્રતિબંધક અઘિકારી

દાહોદ,

દાહોદ જીલ્લામાં બાળ લગ્ન નાબૂદ કરવા અંગે અગાઉ જાહેર સમાચાર પત્રોમાં બાળ લગ્ન પ્રતિબંધક અઘિકારી દ્વારા લોકોને આહ્વાન કરવામાં આવેલ તેનાથી પ્રેરિત થઈ એક જાગૃત નાગરિક દ્વારા ફતેપુરા તાલુકાના પાટવેલ ગામમાં સંભવિત બાળ લગ્ન અંગે જાણ કરેલ. બાળ લગ્ન પ્રતિબંધક અઘિકારી સહ સમાજ સુરક્ષા અધિકારીના માર્ગદર્શન અને સુચનો થી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને તેમની ટીમ તથા પી.એસ.આઈ. જી.કે.ભરવાડ અને તેમની ટીમે એક બીજાના સહયોગ થી સ્થળ મુલાકાત કરી સંભવિત બાળ લગ્ન અટકાવવાની કામગીરી કરેલ. વિગતવાર અહેવાલ મુજબ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ભાવરા ગામના રહેવાસી વિજયભાઈ વલ્લભભાઈ કરકર, ફતેપુરા તાલુકાના પાટવેલ ગામની સગીર ક્ધયા સાથે સંભવિત બાળ લગ્ન માટે આવવાના હતા. સગીર ક્ધયાની જાન સંભવિત લગ્નના સ્થળે પહોંચે તે પહેલા જ બાળ લગ્ન પ્રતિબંધક ટીમ એ સ્થળ પરથી સગીર ક્ધયાના પિતા અને માતાનું સંપર્ક કરી સદર બાળકીના ઉંમરના પુરાવા અંગે પૃચ્છા કરેલ ઉમરના પુરાવા ચકાસતા બાળકી, બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 ની જોગવાઈ મુજબ સગીર વયની છે. તેવું જાણવા મળેલ ટીમ દ્વારા તાત્કાલિક બાળકીનું રેસ્ક્યુ કરી અને તેના માતા-પિતાની અટક કરી ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવા લઈ આવેલા. સગીર બાળકીના વાલી વિરૂદ્વ બાળ લગ્ન અટકાયતી પગલાંની કાર્યવાહી કરવામાં આવેલ. બાળકીનું રેસ્કયું કરી બાળકીને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ સોની સમક્ષ રજુ કરવાની તજવીજ પૂર્ણ કરેલ અને જુવેનાઈઝ જસ્ટીસ એક્ટ 2015 સુધારા અધિનિયમ 2021 મુજબ બાળકના શ્રેષ્ઠ હિતને ધ્યાને લઈ બાળકીને કુટુંબમાં પુન:સ્થાપન કરેલ છે.

બોકસ: બાળ કલ્યાણ સમિતિના ચેરમેન નરેન્દ્ર સોનીનું વરઘન…

પાટવેલ ગામની સગીર કન્યા કે જેના બાળ લગ્ન થવાના હતા એ બાળકીનું રેસકયું કરી બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરતા બાળક અને પરિવારને માનસિક આઘાત કે માનસિક રીતે બાળક પડીના ભાંગે તે માટે તમામ દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરી મોડી રાતે બાળકીને તેના પરિવારને તેના વાલી અને કુટુંબીજનોને સોંપી છે.

બાળ લગ્ન એક દૂષણ છે, તે નાબૂદ થાય તેવી તમામ નાગરિક મિત્રોને અનુરોધ કરૂં છું.:- નરેન્દ્ર સોની, ચેરમેન

બાળ કલ્યાણ સમિતિ, દાહોદ.