ધનુષની ’વાથી’ ફિલ્મ આંધ્ર, તેલંગણાની શાળાઓમાં ફ્રી દેખાડાશે

મુંબઈ,

માત્ર સાઉથ જ નહીં પરંતુ ભારતભરતમાં ભારે લોકપ્રિયતા ધરાવતા સ્ટાર ધનુષની નવી ફિલ્મ ’વાથી’ બોક્સ ઓફિસ પર તરખાટ મચાવવાની સાથે સમીક્ષકોની પણ પ્રશંસા પામી રહી છે. હવે આ ફિલ્મ આંધ્ર પ્રદેશ તથા તમિલનાડુની સરકારી શાળાઓમાં ફ્રી માં દેખાડવાની જાહેરાત થઈ છે. આ ફિલ્મમાં ધનુષ એક વિદ્યાર્થી તથા બાદમાં એક આદર્શવાદી શિક્ષકની ભૂમિકામાં છે. તે શિક્ષણના ખાનગીકરણની સામે લડત આપે છે અને શિક્ષણ ક્ષેત્રે ચાલતા ભ્રષ્ટાચારોને ઉજાગર કરે છે.

સાઉથના ઓડિયન્સને આ વાસ્તવદર્શી ફિલ્મ બહુ સ્પર્શી ગઈ છે. ફિલ્મની લોકપ્રિયતા તથા ખાસ તો શિક્ષણ ક્ષેત્રની પરિસ્થિતિ અંગે જાગૃતિ લાવવા માટે તેના ડિસ્ટ્રીબ્યૂટર્સ દ્વારા હવે આંધ્ર પ્રદેશ તથા તેલંગણાની કેટલીય સરકારી શાળાઓમાં આ ફિલ્મના વિનામૂલ્યે શો યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે તમિલમાં ’વાથી’ શીર્ષકથી શરુ થયેલી ફિલ્મ તેલુગુમાં ટાઈટલથી રિલીઝ કરાઈ છે.

બીજી તરફ આ ફિલ્મની સફળતાની હારોહાર ધનુષે તેના માતાપિતા માટે ચેન્નઈના અતિશય વૈભવી ગણાતા વિસ્તાર પોઝ ગાર્ડન ખાતે પોતાન ા માતાપિતા માટે એક બંગલો ખરીદીને તેમને ગિટ કર્યો હોવાના સમાચાર બહાર આવ્યા છે. તેને પગલે દેશભરના ચાહકો ધનુષની પ્રશંસા કરી રહ્યા છે.