
મુંબઈ,
તુર્કી અને સિરિયામાં આવેલા વિનાશંક ભૂકંપમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે અને બીજા લાખો અસરગ્રસ્ત બન્યા છે. તેમની આ હાલત જોઈ સની લિઓનીનું દિલ દ્રવી ઉઠયું છે અને તેણે પોતાની આવકના દસ ટકા જેટલી રકમ આ ભૂકંપગ્રસ્તોની સહાય માટે દાનમાં આપવાની જાહેરાત કરી છે. સની લિઓની તથા તેના પતિ ડેનિયલ વેબરના જણાવ્યા અનુસાર તેઓ તેમની કોસ્મેટિક બ્રાન્ડની જે પણ આવક થશે તેના દસ ટકા જેટલી રકમ તુર્કી તથા સિરિયાના ભૂકંપગ્રસ્તોની મદદ માટે ફાળવી દેશે. સની લિઓનીએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ આ ભૂકંપગ્રસ્તોની મદદ માટે આગળ આવવું જોઈએ અને હું મારા તરફથી બનતા પ્રયાસ કરી રહી છું. તેણે અન્ય લોકોને પણ આ ભૂકંપમાં બચી ગયેલા લોકોના પુન:વસન માટે ઉદાર હાથે ફાળો આપવા માટે અપીલ કરી હતી. બીજી તરફ ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પણ લોકોને ભૂકંપ પીડિતોની મદદ માટે આગળ આવવા જણાવ્યું છે.
પ્રિયંકાએ લખ્યું હતું કે એક સપ્તાહ પછી પણ તુર્કી અને સિરીયામાં ભૂકંપ પીડિયોની યાતનામાં કોઈ ઘટાડો થયો નથી. રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યું છે. કુદરતના પ્રકોપ આગળ સૌ લાચાર છે પરંતુ આપણે કમસેકમ આપણાથી બનતી મદદ તો કરી શકીએ છીએ.