હવે યુએસના હવાઈમાં જોવા મળ્યું બલૂન:૫૦ હજાર ફૂટ ઉપર ઊડી રહ્યું હતું; ૫ ફેબ્રુઆરીએ અમેરિકી સેનાએ ચીની સ્પાઈ બલૂન તોડી પાડ્યું હતું

વોશિગ્ટન,

અમેરિકાના હવાઈમાં એક બલૂન જોવા મળ્યું છે. આ બલૂન હોનોલૂલૂ શહેરમાં ૫૦ હજાર ફૂટ ઊંચાઈએ જોવા મળ્યું છે. અમેરિકી અધિકારીઓ અને એક ટ્રાફિક કંટ્રોલે આ વાતની પુષ્ટી કરી નથી. આ પહેલાં ૨ ફેબ્રુઆરીએ અમેરિકાના મોન્ટાના શહેરમાં એક ચીની સ્પાઈ બલૂન જોવા મળ્યું હતું. જેને ૫ ફેબ્રુઆરીએ અમેરિકી વાયુસેનાએ કૈરોલિના તટ પાસે F-૨૨ ફાઇટર જેટથી તોડી પાડ્યું હતું. હવાઈમાં પાઇલટ્સને બલૂન જોવા મળ્યું તેની જાણકારી આપનાર એક નોટ આપવામાં આવી છે.

અમેરિકાના મોન્ટાના શહેરમાં ૨ ફેબ્રુઆરીએ ચીની સ્પાઈ બલૂન જોવા મળ્યું હતું. અહીં એરફોર્સનું સ્પેશિયલ બેઝ છે, જ્યાંથી ઇન્ટરકૉન્ટિનેન્ટલ મિસાઈલ ઓપરેટ કરવામાં આવે છે. આખા અમેરિકામાં આવા ત્રણ જ એરબેઝ છે.આ મોન્ટાનામાં જોવા મળેલાં ચીની સ્પાઇ બલૂનની તસવીર છે.૫ ફેબ્રુઆરીએ અમેરિકી વાયુસેનાએ કૈરોલિના તટ પાસે F-૨૨ ફાઇટર જેટ દ્વારા સ્પાઈ બલૂનને તોડી પાડ્યું હતું. આ ઘટના પછી અમેરિકા અને ચીનમાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું. ચીને અમેરિકાના નિર્ણય ઉપર આપત્તિ પણ વ્યક્ત કરી હતી.અમેરિકી વાયુસેનાએ સમુદ્રમાંથી કાટમાળ શોધ્યો હતો. તે પછી બલૂનનો કાટમાળ ચીનને આપવાની ના પાડી દીધી હતી.

૧૩ ફેબ્રુઆરીએ અમેરિકા-કેનેડા બોર્ડર પાસે એક અન્ય ફ્લાયિંગ ઓબ્જેક્ટ જોવા મળ્યું હતું. અમેરિકી એરફોર્સે તેને પણ તોડી પાડ્યું. ફ્લાયિંગ ઓબ્જેક્ટ ઓક્ટાગોનલ સ્ટ્રક્ચરનું હતું. તેમાંથી થોડાં તાર લટકી રહ્યા હતાં. જોકે, તેનાથી મિલિટ્રીને કોઈપણ પ્રકારનો ખતરો હતો નહીં. તેમણે કહ્યું- તે જમીનથી ૨૦ હજાર ફૂટ ઉપર ઊડી રહ્યું હતું, એટલે તે સિવિલ એવિએશન માટે ખતરો બની શક્તું હતું. તેનાથી કૉમર્શિઅલ ફ્લાઈટ્સને પણ ખતરો હતો.