અગરતલ્લા,
ત્રિપુરામાં ગુરૂવારથી ચુંટણી હિંસાની ૧૮ ઘટનાઓમાં ઓછામાં ઓછા ૨૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે.મુખ્ય ચુંટણી અધિકારી ગિત્તે કિરણકુમાર દિનકરરાવે આ માહિતી આપી તેમણે કહ્યું હતું કે ચુંટણીમાં રાજયમાં ૮૯.૯૫ ટકા મતદાન થયું હતું તેમણે કહ્યું કે ૧૬ ફેબ્રુઆરીથી અત્યાર સુધી હિંસાની ૧૮ ઘટનાઓ નોંધાયેલી છે અને આ અનુસાર પોલીસ દ્વારા એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે હિંસામાં કહેવાતી સંડોવણી માટે કુલ ૨૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે જયારે ૧૫૦થી વધુ લોકોને નોટીસ આપવામાં આવી છે.અધિકારીએ કહ્યું કે મતદાનના દિવસે છ ઘટનાઓ બની હતી તેમણે કહ્યું કે સિપાહીજાલા જીલ્લામાં મોટાભાગની ધટના નોંધાઇ હતી તેમણે દાવો કર્યો હતો કે આ વખતે ચુંટણી સંબંધી હિંસાની ધટનાઓમાં ભારે કમી આવી છે.
તેમણે કહ્યું કે રાજયના તમામ સબ ડિવિજનલ મેજિસ્ટ્રેટે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી સદ્ભાવના બનાવી રાખવામાં તેમની મદદ માંગી.ભાજપના બે ઉમેદવારો ગોલાઘાટી નિર્વાચન વિસ્તારના હિમાની દેવબર્મા અને માતાબારીના પ્રણજીત સિન્હા રોયે કેટલાક બુથો પર બીજીવાર મતદાન કરવાની માંગ કરી હતી.તેમણે કહ્યું કે જો કે નીરીક્ષકોએ આ બુથોની વેબકાસ્ટિંગ ફુટેજની તપાસ બાદ તેમની માંગ ફગાવી દેવામાં આવી હતી.