લખનૌ,
ઉત્તર પ્રદેશના રામપુરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છએ. રામપુરમાં આજમ ખાન અને અખિલેશ યાદવના વિરોધમાં ખિલેશ ભારતીય મુસ્લીમ મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ફરહત અલી ખાને કમશયલ બાપુ મોલમા લાગેલી અકિલેશ યાદવ અને આજમ ખઆનની શિલાને હથોડી દ્વારા તોડી નાખી હતી. આ ઘટના બાદ વીડિયોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેવી પ્રસાશનને તેની માહિતી મળતા જ તે ઘટના સ્થળે પહોચી ગયા હતા. પોલીસે નગર પાલિકાના બાબૂ મુજફર હુસૈન ખાનની ફરીયાદ પર ફરહત અલી ખાન વિરુદ્ધ કેસ દાખલ કરીને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ફરહત અલી ખઆન પર સાર્વજનીક સંપત્તીને નુક્સાન પહોચાડવાનો આરોપ છે.
શિલાપટ તોડનાર શખ્સ ફરહત અલી ખાને કહ્યુ કે, જે વ્યક્તિને વોટ આપવાનો અધિકાર જ નથી રહ્યો તેના નામની શિલા પણ ના રાખવી જોઇએ. તેમણે કહ્યુ કે, સદ્દામ અને તાલિબાન રાજ હવે ખતમ થઇ ચૂક્યુ છે. હવે રાષ્ટ્રવાદ રાજ છે. હવે તે મુસલમાન જ હિન્દુસ્તાનમાંર રહેશે જે રાષ્ટ્રવાદી વિચારધારના છે. મારામાં હિમત હતી તો શિલાપટ તોડી દેખાડી છે. અમે આજમ ખાન નામની તખ્તી આ જિલ્લમાં નહી રહેવા દઇએ.
ફરહત અલી ખઆને કહ્યુ કે, શિલાપટ પર આજમ ખાન સિવાય બીજુ નામ છે અખિલેશ યાદવ તેની સાથે અણારે કોઇ મતલબ નથી. તેમણે જિલ્લા પ્રશાસનને વિવંતી કરી છે કે, આજમ ખાનની જ્યાં પણ શિલા લાગેલી છે. તેને જિલ્લામાથી હટાવી દેવામાં આવે જો નહી હટાવામાં આવે તો તે ખુદ તેને તોડી પાડશે. આના પર પોલીસે અધિક્ષક ડો. સંસાર સિહે કહ્યુ કે, રામપુર શહરમાં બાપુ મોલ એક કમશયલ મોલ છે. તેનું ઉદ્ધઘાટન તત્કાલીને મુખ્યમંત્રી અખિલેશ યાદવે કર્યુ હતુ. તેથી શિલા પર તત્કાલિન મુખ્યમત્રી અખિલેશ યાદવ અને તેમની સાથે પૂર્વ સાસંદ આજમ ખાનનું નામ લખ્યુ છે. તેને ફરહત અલી ખાન દ્વારા હથોડો મારીને તોડી પાડી હોવાની માહીતી મળી હતી. તેની ધરપકડ કરી લેવામાં આવી છે. અને સાર્વજનીક સંપત્તિને નુક્સાન પહોચાડવાનુ કેસ દાખલ કરવામાં આવ્યો છે.