મુંબઇ,
નવાઝુદ્દીન સિદ્દીકી ફરી મુસીબતમાં ફસાઈ ગયા છે. હકીક્તમાં, સપના નામની એક છોકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે રડતાં-રડતાં પોતાની તકલીફ જણાવી રહી છે. તેણે દુબઈમાં નવાઝુદ્દીન સિદ્દીકીના બાળકોની સારસંભાળ માટે રાખવામાં આવી હતી. પરંતુ, તેણી હવે ત્યાં પોતાને ફસાઈ ગયેલી હોય તેવું અનુભવે છે. તેણી ભારત પરત ફરવા અને પોતાના પગારની વાત કરી રહી છે.
એડવોકેટ રિઝવાન સિદ્દીકીએ ટ્વિટર પર આ બાળકીનો વીડિયો શેર કર્યો છે. તેઓ નવાઝુદ્દીન પર આરોપ લગાવી રહ્યા છે કે તેના કારણે એક છોકરી દુબઈમાં અટવાઈ ગઈ છે, જે ’ઈસ્ટ’ નામની કંપનીની સેલ્સ મેનેજર તરીકે દુબઈ પહોંચી હતી, પરંતુ તેનું અસલી કામ અભિનેતાના દુબઈ સ્થિત ઘરમાં તેના બાળકોની સંભાળ રાખવાનું હતું. જોકે, પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં બાળકો માતા સાથે હોય છે.
વકીલે ભારત સરકારના અધિકારીઓને સપનાને છોડાવવાની માંગ કરી છે. જણાવી દઈએ કે રિઝવાન સિદ્દીકી એક્ટરની પત્ની આલિયા સિદ્દીકીના વકીલ છે. સપના વીડિયોમાં કહી રહી છે કે, હું નવાઝુદ્દીન સરના ઘરે ફસાઈ ગઈ છું. સરે મેડમના ગયા બાદ વીઝા લગાડ્યો હતો. વીઝાના પૈસા મારા પગારમાંથી કાપવામાં આવ્યા છે. મને બે મહિનાથી પગાર નથી આપવામાં આવ્યો. હું મુશ્કેલીમાં છું.
સપનાએ વધુમાં જણાવ્યું કે તેણી ઘરે એકલી છે અને તેની પાસે ખાવાના પૈસા પણ નથી. તે મદદ માટે અપીલ કરી રહી છે અને ભારત પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી રહી છે. તમને જણાવી દઈએ કે નવાઝુદ્દીન અને તેની પત્નીનો કેસ કોર્ટમાં છે, જ્યાં આલિયાએ નવાઝુદ્દીન તેના પુત્રનો પિતા હોવાનું સાબિત કરવા માટે પેટરનિટી ટેસ્ટની અરજી કરી છે. નવાઝુદ્દીનની માતા મેહરુનિસા માનતી નથી કે આલિયાનો નાનો છોકરો તેના પુત્રનું બાળક છે.