- જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને બોર્ડર ગાવસ્કર શ્રેણીમાં હરાવી દેશે તો તે ઘરઆંગણે સતત ૧૬મી ટેસ્ટ શ્રેણી જીતીને ઈતિહાસ રચશે.
નવીદિલ્હી,
ભારત ઓસ્ટ્રેલિયા સામેની ચાર મેચની બોર્ડર ગાવસ્કર શ્રેણીમાં ૨-૦થી આગળ છે. દિલ્હીમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ જીત્યા પછી ટીમ ઈન્ડિયાએ નક્કી કર્યું છે કે હવે સીરિઝમાં કોઈ નહીં હરાવી શકેપરંતુ હવે તે ઓસ્ટ્રેલિયાને ૪-૦થી આઉટ કર્યા વિના ખુશ નહીં થાય. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ૧ માર્ચથી ઈન્દોરમાં રમાશે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા ઈન્દોરમાં ત્રીજી ટેસ્ટ મેચ જીતીને ઈતિહાસ રચી શકે છે. ભારત આમ કરનાર વિશ્ર્વનો પ્રથમ દેશ બનશે.
જો ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ઈન્દોરમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ જીતી જાય છે, તો તે ન માત્ર ટેસ્ટ શ્રેણી પર કબજો કરી લેશે, પરંતુ એક મોટો રેકોર્ડ પણ બનાવી લેશે. જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને બોર્ડર ગાવસ્કર શ્રેણીમાં હરાવી દેશે તો તે ઘરઆંગણે સતત ૧૬મી ટેસ્ટ શ્રેણી જીતીને ઈતિહાસ રચશે. હાલમાં ભારતે ઘરઆંગણે સતત ૧૫ ટેસ્ટ શ્રેણી જીતી છે, જે એક વિશ્ર્વ રેકોર્ડ છે.
ઘરઆંગણે સતત સૌથી વધુ ટેસ્ટ શ્રેણી જીતનાર ભારતીય ટીમની આસપાસ પણ કોઈ ટીમ નથી.જો ભારતીય ટીમ બોર્ડર ગાવસ્કર શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ઘરઆંગણે સતત ૧૬મી ટેસ્ટ શ્રેણી જીતે છે તો તે તેનો વિશ્ર્વ રેકોર્ડ વધુ મજબૂત કરશે. નવેમ્બર ૨૦૧૨માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી હાર્યા પછી ભારતીય ટીમે ઘરઆંગણે એક પણ ટેસ્ટ શ્રેણી ગુમાવી નથી..ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટ સિરીઝ જીતવા મુદ્દે ઈન્ડિયા પછી ઓસ્ટ્રેલિયાનો નંબર આવે છે. ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે બે વખત સતત ૧૦ ટેસ્ટ શ્રેણી જીતનારી પ્રથમ ટીમ છે. ઘરઆંગણે રમાયેલી છેલ્લી ૪૪ ટેસ્ટ મેચોમાં ભારત માત્ર ૨ મેચ હાર્યું છે. ભારતીય ટેસ્ટ ટીમ માટે આખું ભારત કિલ્લો છે.
ટીમ ઈન્ડિયાના નામે ભારતીય ધરતી પર સતત ૧૫ ટેસ્ટ શ્રેણી જીતવાનો વર્લ્ડ રેકોર્ડ:
૧. ઓસ્ટ્રેલિયા જ ભારત – ટીમ ઈન્ડિયા ૪-૦ (૪) (૨૦૧૩) થી ટેસ્ટ શ્રેણી જીતી
૨. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ભારત – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી ૨-૦ (૨) (૨૦૧૩)થી જીતી
૩. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ભારત – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી ૩-૦થી જીતી (૪) (૨૦૧૫)
૪. ન્યુઝીલેન્ડ વિ ભારત – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી ૩-૦ (૩) (૨૦૧૬)થી જીતી
૫. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારત – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી ૪-૦ (૫) (૨૦૧૬)થી જીતી
૬. બાંગ્લાદેશ વિરુદ્ધ ભારત – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી ૧-૦ (૧) (૨૦૧૭)થી જીતી
૭. ઓસ્ટ્રેલિયા વિ ભારત – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી ૨-૧ (૪) (૨૦૧૭)થી જીતી
૮. શ્રીલંકા વિ. ભારત – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી ૧-૦ (૩) (૨૦૧૭)થી જીતી
૯. અફઘાનિસ્તાન વિ ભારત – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી ૧-૦ (૧) (૨૦૧૮)થી જીતી
૧૦. વેસ્ટ ઈન્ડિઝ વિ. ભારત – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી ૨-૦ (૨) (૨૦૧૮)થી જીતી
૧૧. દક્ષિણ આફ્રિકા વિ ભારત – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી ૩-૦ (૩) (૨૦૧૯)થી જીતી
૧૨. બાંગ્લાદેશ વિરુદ્ધ ભારત – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી ૨-૦ (૨) (૨૦૧૯)થી જીતી
૧૩. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારત – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી ૩-૧ (૪) (૨૦૨૧)થી જીતી
૧૪. ન્યુઝીલેન્ડ વિ ભારત – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી ૧-૦ (૨) (૨૦૨૧) થી જીતી
૧૫. શ્રીલંકા વિ. ભારત – ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી ૨-૦ (૨) (૨૦૨૨)થી જીતી
૧૬. ઓસ્ટ્રેલિયા વિ ભારત – ટેસ્ટ શ્રેણી (૨૦૨૩)માં ટીમ ઈન્ડિયા ૨-૦ (૪)થી આગળ છે (સિરીઝમાં ૨ મેચ બાકી)
૨૦૧૩ થી ઘરઆંગણે ભારતનો રેકોર્ડ (ટેસ્ટ ક્રિકેટમાં)
મેચો – ૪૪
જીત – ૩૬
હાર – ૨