ઇન્સર્લિક,
યુ.એસ. સ્ટેટ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટોની બ્લિંકને દક્ષિણ તુર્કી અને ઉત્તર સીરિયામાં ૬ ફેબ્રુઆરીના વિનાશક ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત પ્રાંતોમાંના એકનો હેલિકોપ્ટર પ્રવાસ કર્યો હતો. તેમજ પ્રદેશને મદદ કરવા માટે $૧૦૦ મિલિયનની સહાય રકમ આપવાનું વચન આપ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને ભૂકંપના થોડા દિવસો બાદ તુર્કી અને સીરિયા માટે ૮૫ મિલિયન ડોલરની ગ્રાન્ટની જાહેરાત કરી હતી.
ભૂકંપમાં બંને દેશોમાં ૪૬,૦૦૦થી વધુ લોકોના મોત થયા છે. અમેરિકાએ સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમ, મેડિકલ સપ્લાય અને સાધનો પણ મોકલ્યા છે. બ્લિંકને જણાવ્યું હતું કે વધારાની સહાયમાં ઇમરજન્સી રેફ્યુજી અને ઇમિગ્રેશન ફંડને માનવતાવાદી સહાયમાં ઇં૫૦ મિલિયનનો સમાવેશ થાય છે.
અમેરિકી વિદેશ મંત્રી બે વર્ષ પહેલા કાર્યભાર સંભાળ્યા બાદ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) ના સહયોગી તુર્કીની તેમની પ્રથમ મુલાકાતે છે. બ્લિંકન જર્મનીમાં મ્યુનિક સુરક્ષા પરિષદમાં ભાગ લીધા બાદ રવિવારે એડન નજીકના ઇન્સર્લિક એરબેઝ પર પહોંચ્યા હતા. તેમણે તુર્કીના વિદેશ મંત્રી મેવલુત કાવુસોગ્લુ સાથે હેલિકોપ્ટર દ્વારા તુર્કીના હેતાય પ્રાંતની મુલાકાત લીધી હતી. તેઓ અમેરિકન અને તુર્કીના સૈન્ય કર્મચારીઓ અને ભૂકંપથી પ્રભાવિત તુર્કી સૈનિકોના પરિવારોને પણ મળવાની અપેક્ષા છે.
બ્લિંકેનના હેલિકોપ્ટર પ્રવાસ પછી, એક ટોચના યુએસ રાજદ્વારીએ કહ્યું, ‘જ્યારે તમે નુક્સાનના સ્તરને જુઓ, નાશ પામેલી ઇમારતોની સંખ્યા, એપાર્ટમેન્ટ્સની સંખ્યા, મકાનોની સંખ્યા, તો પછી પુન:નિર્માણ માટે ભારે પ્રયાસો કરવાની જરૂર છે. ‘ તેમણે કહ્યું, ‘અત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી.’
યુએસ એરફોર્સની ૩૯મી એરબેઝ વિંગ ઇન્સર્લિક માં સ્થિત છે. તે રાહત સહાયના વિતરણ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. બ્લિંકન સોમવારે તુર્કીના અધિકારીઓ સાથે વાટાઘાટો કરવા માટે રવિવારે રાજધાની અંકારા જવા રવાના થશે.