દાહોદ,
ઝાલોદ તાલુકાના લીમડી ખાતે પરમ પૂજ્ય માતાજી નિર્મલા દેવી સહજ્યોગ ટ્રસ્ટ આયોજિત આંતરરાષ્ટ્રીય કલાકારો દ્વારા 23મી ફેબ્રુઆરીએ ભવ્ય ભજન સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું. બી.પી.અગ્રવાલ હાઈસ્કૂલ લીમડી મુકામે યોજવામાં આવેલ છે. જેમાં 40 જેટલા વિદેશી સહજ્યોગી કલાકારો દ્વારા પ્રસ્તુત ભારતીય સાંસ્કૃતિક કાર્યક્રમ સહજ્યોગી પરિવાર દ્વારા આયોજિત કાર્યક્રમ લીમડી ખાતે યોજવામાં આવેલ છે.
ભારતમાં આવતાં 40 થી વધુ કલાકારો ભારતીય શાસ્ત્રિય સંગીત.વાદ્ય સંગીત અને શાસ્ત્રીય નૃત્ય દ્વારા યોગ અને ધ્યાન સાથે આત્મ સાક્ષાત્કારનો અનુભવ કરાવશે. આ તમામ સાધકો પોતાના ખર્ચે ભારત આવ્યા છે. તમામ સાધકો અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને સક્રિયપણે કાર્ય કરી રહ્યા છે. આમાં ડોક્ટરો, એન્જિનયરો, સંગીતકારો, શિક્ષકો, ગાયકો વગેરેનો સમાવેશ થાય છે. જેઓ બે મહિનાના પોતાના વ્યસ્ત કામ માંથી સમય કાઢીને યોગધારા કાર્યક્રમ દ્વારા જનજાગૃતિ ફેલાવવા ભારતમાં રહે છે
તાઇવાન, ઓસ્ટ્રેલિયા, રશિયા, યુકે, લંડન, ફ્રાન્સ, આયર્લેન્ડ, વેસ્ટઈન્ડિઝ, ચેક રિપબ્લિક, નેધરલેન્ડ, દક્ષિણ આફ્રિકા જેવા દેશો માંથી ભારત પહોચ્યા છે. યોગધારા ભારતના 13 રાજ્યોના 33 અલગ અલગ શહેરોમાં 40 કાર્યક્રમોનું આયોજન કરશે. યોગધારા કાર્યક્રમ 23 જાન્યુઆરી 2023 થી 23 માર્ચ 2023 દરમિયાન યોજાશે. 23 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં દિલ્હી, હરિયાણા, ઉત્તરપ્રદેશ, ઉતરાખંડ, ચંદીગઢ, રાજસ્થાનમાં કાર્યક્રમો યોજાયા છે.
સહજ્યોગ સંથનો પરિચય…માતાજી નિર્મલાદેવી દ્વારા 1970 માં સ્થાપિત સહજ્યોગ કોંનગ્રિટીવ સાઇન્સ પર આધારિત યોગ છે. તેના સાધકો સહજ્યોગ ધ્યાન પ્રચાર માટે વિશ્ર્વભરમાં કાર્યરત છે. સહજ્યોગ માનવજાતિના હીત માટે 140થી વધુ દેશોમાં કાર્યરત એન.જી.ઓ.છે.
અમદાવાદમાં પણ સહજ્યોગના પાંચથી વધુ ધ્યાન કેન્દ્રો કાર્યરત છે. સહજ્યોગ ધ્યાન સંસ્થાન “યોગધારા” નામના કાર્યક્રમની યજમાની કરી રહી છે. જેનો ઉદ્દ્ેશય લોકોને યોગનો પ્રકાશ બતાવવાનો છે. જે ઝાલોદ તાલુકાના લીમડી ખાતે પરમ પૂજ્ય માતાજી નિર્મલા દેવી સહજ્યોગ ટ્રસ્ટ આયોજિત આંતરરાષ્ટ્રીય કલાકારો દ્વારા 23મી ફેબ્રુઆરીએ ભવ્ય ભજન સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું .બી.પી.અગ્રવાલ હાઈસ્કૂલ લીમડી મુકામે યોજવામાં આવેલ છે. જેમાં 40 જેટલા વિદેશી સહજ્યોગી કલાકારો દ્વારા પ્રસ્તુત ભારતીય સાંસ્કૃતિક કાર્યક્રમ સહાજ્યોગી પરિવાર દ્વારા આયોજિત સંગીત, નૃત્ય, આત્મસાક્ષાત્કાર અને ધ્યાનનું જાહેર કાર્યક્રમ લીમડી ખાતે 23-02-2023 પૂર્વ સાંજે 7.00કલાક થી 10.00 કલાક સુધી યોજવામાં આવેલ છે. સહજ્યોગ પરિવાર દ્વારા આપ તમામ લોકોને પધારવા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવે છે.