દાહોદ,
દાહોદના ધોભી સમાજના 32 વર્ષીય એક યુવકે અગમય કારણોસર દાહોદ શહેર માંથી પસાર થતા બી. કેબીન ટ્રેન નીચે પડતું મૂકી જીવ ગુમાવતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો.
દાહોદના બી. કેબીન નજીક રેલ્વે ટ્રેક પર દાહોદના ફ્રી લેન્ડગંજ વિસ્તારના સાત રસ્તા પર રહેતા 32 વર્ષીય યુવક જેનું નામ ભાવિનકુમાર મંગલલાલ સાવરીયા જેણે આત્મહત્યા કરી લેતા પરીવાર જનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. દાહોદના ફ્રી લેન્ડગજ઼ વિસ્તારમાં સ્થિત સાત રસ્તા પર પોતાના પરિવાર સાથે રહેતા યુવકે આઠ વાગયાના આસપાસ દાહોદના બી- કેબીન નજીક દિલ્લી-મુંબઈ ટ્રેક પર ગુડ્સ ટ્રેનની નીચે પડતું મૂકી આત્માહત્યા કરી લેતા તહેવાર તાળે પરિવાર સહિત સમાજના લોકોમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો. જીવ પડતું મૂકી આત્મહત્યા કરી લેતાની જાણ દાહોદ રેલ્વે પોલીસ તેમજ રાજકીય રેલ્વે પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ પોસ્ટ મોર્ટમં અર્થે દાહોદના સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યું હતું. યુવકે આત્મહત્યા શામાટે કરી એ હાલ તપાસનો વિષય બનવા પામ્યો છે.