ફતેપુરા તાલુકાના પંચાયતમાં મારામારીનો વિડીયો વાયરલ મામલો તુલ પકડાયું

દાહોદ,

ફતેપુરા તાલુકાના ભીચોર ગામના સામાજિક કાર્યકરને સોશિયલ મીડીયામાં અભદ્ર ગાળો બોલી તેમજ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા ફતેપુરા પી.એસ.આઈ. થી લઈને દાહોદ જિલ્લા પોલીસ વડા સુધી લેખિત રજુઆત કરવામાં આવતા ફતેપુરા તાલુકા પંચાયતમાં તાજેતરમાં થયેલી છુટા હાથની મારામારીની ઘટનાએ ફરી તુલ પકડ્યું છે. ફતેપુરા તાલુકાના ભીચોર ગામના સામાજિક કાર્યકર સુભાષભાઈ પારગીએ આજથી બે દિવસ અગાઉ ફતેપુરા તાલુકા પંચાયતમાં કોઈને કોઈ કારણસર થયેલી છુટા હાથની મારામારીનો વીડીયો શોસીટલ મિડિયામાં વાયરલ થયો હતો. તે વિડિયો તેઓએ પોતાના ફેસબુક પર વાયરલ કર્યો હતો. જેથી આ બાબતે સુખસર ગામના કેટલાક લોકોએ તેઓને સોશિયલ મીડીયાના માધ્યમથી અભદ્ર ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ બાબતે સામાજિક કાર્યકર સુભાષભાઈ પારગીએ ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઈ. જી.કે.ભરવાડ તેમજ દાહોદ જિલ્લાના ઝાલોદ નવિભાગના ડીવાયએસપી ડી.આર.પટેલ તેમજ દાહોદ જિલ્લા પોલીસ વડા બલરામ મીછા તથા દાહોદ સાયબર ક્ાઈમની કચેરીને આ બાબતની લેખિતમાં જાણ કરીને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટેની માંગણી કરી છે. તેમજ ટુંક સમયમાં સુભાષભાઈ પારગી આ મામલે અભદ્ર ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપનારાઓ સામે માનહાનિનો કેસ કોર્ટમાં દાખલ કરવાના હાવોનું પણ જાણવા મળ્યું છે.