વધુ એક કૌભાંડનો પર્દાફાશ ધોધંબાના વાવકુલ્લી ગ્રામ પંચાયતે આવાસના શ્રમિકોને આડેધડ નાણા ચુકવાયા

  • ગરીબ શ્રમિકોન નામે હોદ્દેદારો અને પદાધિકારીઓ નાણા પડાવ્યાના આક્ષેપ.
  • ચોકકસ દિવસો અને નાણા ચુકવાયાના આદેશનો ઉલ્લંધન.
  • આડેધડ શ્રમિકોની નોંધણી કરીને વધુ રકમ પધરાવાઈ.
  • જૂના આવાસના લાભાર્થીઓને પણ બે-બે વાર લાભ અપાયાની ચર્ચા.
  • સિંચાઈના કામ બાદ વાવકુલ્લી પંચાયતમાં આવાસમાં ગેરરીતિ આચરાઈ.
  • માત્ર પાંચ માસમાં રૂ.૮૦.૧૯ લાખના મનરેગાના કામો પણ વિકાસ કોનો ?
  • મનસ્વીપણે શ્રમિકો નોંધીને આવકનું સાધન બન્યું.
  • મસમોટા કૌભાંંડની ગાંધીનગર વિઝીલન્સ તપાસ કરે તેવી માંગ.

ઘોઘંબા,
ઘોઘંબાના વાવકુલ્લી ગ્રામ પંચાયત દ્વારા કોરોના કાળમાં મનરેગા યોજનામાં મસમોટું રૂ.૮૧.૧૭ લાખનું કૌભાંડ આચરાયું છે. માત્ર ચાર માસમાં જ ૧૫૭ પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓને આડેધડ રકમ ફાળવીને ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની સાંઠગાંઠથી જવાબદારોએ પોતાના ખિસ્સા ભર્યાની ચર્ચાઓ ઊઠી રહી છે.

કેન્દ્ર સરકારની મનરેગા યોજના ધોધંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ગરીબ પરિવાર માટે આર્શીવાદરૂપ છે. ઘર આંગણે રોજગારી મળે તે માટે શ્રમિકોની નોંધણી ગ્રામ પંચાયત દ્વારા કરાતી હોય છે. જરૂરી દસ્તાવેજોની ચકાસણી બાદ બેકંમા ખાતું ખોલાવીને કામ મુજબ ૧૦૦ દિવસનું વેતન મળવાપાત્ર છે. પરંતુ ધોધંબા તાલુકાના વાવકુલ્લી ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના જવાબદારોની મેળાપીપણાથી મનરેગા યોજનાના ચેકડેમ, ચેકવોલ, પ્રધાનમંત્રી આવસ યોજના, આર.સી.સી.રોડ, માટી મેટલના વિકાસના કામો તે પણ મે-જૂનથી લઈને ઓકટોબર જેટલા ટૂંકાગાળામાં રૂ.૮૦.૧૯ લાખ એટલે અધધ સરકારી નાણાના ખર્ચાઓ પાડી દેવાયા છે.

સિંચાઈના કામોમાં આર્થિક ગોબાચારી આચરયા બાદ પ્રધાનંત્રી આવાસ યોજનામાં રકમ ફાળવવામાં આવતા શંકાના ધેરામાં આગી ગયા છે. એક સાથે ૧૫૭ જેટલા આવાસ અને આવાસ બનાવનાર પરિવારના ચાર-પાંચના નામો નોંધણી કરાવીને ઓછામાં ઓછા રૂ.૯૯૫ તો વધુમાં વધુ રૂ.૧૫ હજાર સુધી ચુકવવામાં આવ્યા છે. સામાન્ય રીતે આવાસ બનાવનાર લાભાર્થીઓને માત્ર બે વ્યકિતને નરેગા યોજના યોજના હેઠળ કામ મળવાપાત્ર અને વેતનપાત્ર છે. તેમ છતાં વધુ પ્રમાણમાં લાભાર્થીઓને રકમ મનસ્વીપણે ચુકવી દેવાયાની બૂમ ઊઠી રહી છે. આ આવાસ તો બે-ત્રણ વર્ષ પૂર્વે મંજૂર થયેલા છે. એવા સ્થળોએ જૂના મકાનના ફોટા મૂકી દઈને લાભાર્થીઓના નામે પણ પૈસા ઉપાડવામાં આવ્યા છે. આ ફોટાઓ સરપંચ તથા હોદ્દેદારોએ વર્ષ પૂર્વે પડાયેલા ફોટા આધારે શ્રમિક તરીકે નોંધણી કરી હતી.
સિંચાઈના કામો બાદ મનરેગા યોજના અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અંદાજીત ૨૫ લાખ લાભાર્થીઓને ફાળવી દેવાયા છે. માત્ર ટુંકાગાળામાંં એટલે કોરોના લોકડાઉન અને લોકડાઉન પછી ગ્રામ પંચાયતને ઉચ્ચ અધિકારીઓના ડર રાખ્યા વિના જાણે પોતાના ખિસ્સામાં લઈને ફરનાર હોદ્દેદારોએ કોઈ જોનાર નથી કે કોઈ પૂછનાર નથી. તેમ માત્ર કમાણીનું સાધન બન્યું હતું. આ લાભાર્થીઓ પાસેથી કમિશન પેટે રકમ ઉધરાવાઈ હોવાનું પણ કહેવાય છે. સામાન્ય રીતે ૫૦ દિવસની રોજગારી આપવાની હોય છે. પરંતુ આવાસ નિર્માણમાં શ્રમદાન આપનારોને બિન્દાસ નાણા ચુકવીને સરકારી નાણા ચાઉં કયા હોવાના આક્ષેપો ઊઠયા છે. આવાસના વિકાસ પાછળ લખલૂંટ આંધણ કર્યાના આક્ષેપો વચ્ચે ગાંધીનગરની વિઝીલન્સ ટીમ દ્વારા તપાસ હાથ ધરાય તો ભોપાળું બહાર આવે તેમ છે.

કોરોના કાળમાં પોતાના તરભણા ભર્યા…

કોરોના કાળમાં લોકડાઉન સરકારે જાહેર કરતા ત્રણ- ત્રણ માસ સુધી ગ્રામ્ય વિસ્તારના વાવકુલ્લી ગામના અનેક પરિવારો આર્થિક ભીંસમાં મુકાઈ ગયા હતા. કુશળ કારીગરો હોવા છતાં બેરોજગાર બનતા છેલ્લે મનરેગા હેઠળના કામો શરૂ કરવાની છુટ્ટી અપાઈ હતી. બસ આજ કારણ મળી ગયું કમાણીનું મનરેગા યોજના કામો શરૂ થતા ઠેરઠેર શ્રમિકો નજરે પડીને વિકાસ થતો ગયો હતો અને શ્રમિકોને મદદરૂપ થવા સરકારે રૂ.૨૦૦ એક દિવસનું વેતન ચુકવવાનો આદેશ થતાં આવાસના લાભાર્થીઓ પાસેથી પૈસા પડાવવામાં તેઓને બાકાત રાખવામાં આવ્યા નહીં. શ્રમિકોને આવા કપરા અને બેરોજગારી પરિસ્થિતીમાં મદદરૂપ બનવાને જગ્યાએ માનવા ભૂલીને શ્રમિકોના માધ્યમમાં પોતાના તરભણાં ભર્યા હોવાના પણ અરજદારોમાં ચર્ચા ચાલી રહી છે. આડેધડ અને એકસામટી ચુકવાયેલી રકમ અને દિવસે ગણતરી કરાય તો કૌભાંડનો પર્દાફાશ થાય.

આવતા સોમવારે કાલોલ તાલુકા પંચાયતના કૌભાંડનો પર્દાફાશ…..

કાલોલ તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતો દ્વારા હાથ ધરાયેલા મનરેગાના કામોમાં ભારે ગેરરીતિ આચરાઈને સરકારી નાણાનો વ્યર્થ થયો છે. આ શ્રમિકોને મજૂરી મળવાને બદલે વિવિધ ગ્રામ પંચાયતો દ્વારા કમાણીનું સાધન બનેલ જોવા મળે છે. અવારનવાર ગ્રામજનો દ્વારા મનરેગાના કામોની તપાસ કરવાની માંગ છતાં તાલુકા પંચાયત દ્વારા કોઈ જાતની કાર્યવાહી ન થતા સાંઠગાંઠ હોવાનું સ્પષ્ટ દેખાય છે. આવતા સોમવારના રોજ પંચમહાલ સમાચાર દ્વારા મનરેગા યોજનાના કૌભાંડનો પર્દાફાશ કરતો અહેવાલ પ્રકાશિત કરવામાં આવે છે

આવાસના આડેધડ ચૂકવાયેલ નાણાંની યાદી

લાભાર્થીઓના રજી.નંબર                               ચુકવાયેલ રકમ

REG. NO. GJ1394875(1114015074/IF/IAY/348955) - 6965
REG. NO. GJ1189107(1114015074/IF/IAY/348972) - 1990
REG. NO. GJ1163874(1114015074/IF/IAY/348974) - 12544
REG. NO. GJ1663931(1114015074/IF/IAY/351474) - 5572
REG. NO. GJ1560460(1114015074/IF/IAY/358617) - 3136
REG. NO. GJ1413377(1114015074/IF/IAY/365396) - 0716
REG. NO. GJ2009728(1114015074/IF/IAY/365466) - 995
REG. NO. GJ1905333(1114015074/IF/IAY/365468) - 1242
REG. NO. GJ1184895(1114015074/IF/IAY/365531) - 8358
REG. NO. GJ1184986(1114015074/IF/IAY/365532) - 8358
REG. NO. GJ1550993(1114015074/IF/IAY/365533) - 7552
REG. NO. GJ1545423(1114015074/IF/IAY/365534) - 8358
REG. NO. GJ1564429(1114015074/IF/IAY/365535) - 8358
REG. NO. GJ1564411(1114015074/IF/IAY/365536) - 8358
REG. NO. GJ1590733(1114015074/IF/IAY/365538) - 8358
REG. NO. GJ1599127(1114015074/IF/IAY/365539) - 9408
REG. NO. GJ1600553(1114015074/IF/IAY/365540) - 8358
REG. NO. GJ1607250(1114015074/IF/IAY/365541) - 9408
REG. NO. GJ1606192(1114015074/IF/IAY/365542) - 10348
REG. NO. GJ1606035(1114015074/IF/IAY/365543) - 8358
REG. NO. GJ1606060(1114015074/IF/IAY/365544) - 8358
REG. NO. GJ1605049(1114015074/IF/IAY/365545) - 2985
REG. NO. GJ1629731(1114015074/IF/IAY/365546) - 9408
REG. NO. GJ1631899(1114015074/IF/IAY/365547) - 8358
REG. NO. GJ1632276(1114015074/IF/IAY/365548) - 8358
REG. NO. GJ1633819(1114015074/IF/IAY/365549) - 8358
REG. NO. GJ1633830(1114015074/IF/IAY/365550) - 8358
REG. NO. GJ1634039(1114015074/IF/IAY/365551) - 8358
REG. NO. GJ1638580(1114015074/IF/IAY/365552) - 8358
REG. NO. GJ1645056(1114015074/IF/IAY/365553) - 8358
REG. NO. GJ1645633(1114015074/IF/IAY/365554) - 2985
REG. NO. GJ1645643(1114015074/IF/IAY/365555) - 8358
REG. NO. GJ1622748(1114015074/IF/IAY/365556) - 8708
REG. NO. GJ2012903(1114015074/IF/IAY/365557) - 8358
REG. NO. GJ2031927(1114015074/IF/IAY/365558) - 8571
REG. NO. GJ2058556(1114015074/IF/IAY/365559) - 8358
REG. NO. GJ2046566(1114015074/IF/IAY/365560) -11134
REG. NO. GJ2046793(1114015074/IF/IAY/365561) - 8358
REG. NO. GJ1976035(1114015074/IF/IAY/365562) - 11940
REG. NO. GJ1886397(1114015074/IF/IAY/365563) - 6720
REG. NO. GJ1869578(1114015074/IF/IAY/365564) - 6146
REG. NO. GJ1865244(1114015074/IF/IAY/365566) -15350
REG. NO. GJ1815490(1114015074/IF/IAY/365567) - 9257
REG. NO. GJ1815591(1114015074/IF/IAY/365568) - 9408
REG. NO. GJ1827877(1114015074/IF/IAY/365569) - 10348
REG. NO. GJ1827217(1114015074/IF/IAY/365570) - 6121
REG. NO. GJ1838173(1114015074/IF/IAY/365571) - 3980
REG. NO. GJ1834580(1114015074/IF/IAY/365572) - 1990
REG. NO. GJ1946911(1114015074/IF/IAY/365573) - 10746
REG. NO. GJ1947517(1114015074/IF/IAY/365574) - 3980
REG. NO. GJ1919948(1114015074/IF/IAY/365575) - 15136
REG. NO. GJ1938179(1114015074/IF/IAY/365576) - 11542
REG. NO. GJ1697960(1114015074/IF/IAY/365577) - 3980
REG. NO. GJ1698056(1114015074/IF/IAY/365579) - 15680
REG. NO. GJ1751724(1114015074/IF/IAY/365581) - 9157
REG. NO. GJ1692014(1114015074/IF/IAY/365582) - 15124
REG. NO. GJ1670992(1114015074/IF/IAY/365583) - 7960