
મહિસાગર,
આઝાદિ કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત,મહીસાગર તથા ધન્વંતરિ આયુર્વેદ કોલેજ અને કોયડમ હોસ્પિટલ મહીસાગર દ્વારા આયોજિત અર્બન હેલ્થ સેન્ટર, ડો.પોલાન સ્કૂલ પાસે, લુણાવાડા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર અને જિલ્લા કલેટર ભાવિન પંડ્યાની ની ઉપસ્થિતમાં આયુષ મેળો યોજાયો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર જણાવ્યું હતું કે, આરોગ્યલક્ષી પ્રશ્ર્નોનું નિવારણ માટે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનની એવી ઈચ્છા છે કે, લોકો આયુર્વેદ દવા તરફ પ્રેરાય અને વધુને વધુ લોકો આયુર્વેદનો લાભ લે. કોરોનામાં કપરા સમય અનેક લોકોએ આયુર્વેદ દવાના ઉપયોગથી લોકોને ફાયદો થયો છે. જે આયુર્વેદીક દવાની ઉપયોગિતાનું પ્રમાણ છે.
વધુમાં જિલ્લા પંચાયત પ્રમુખ એ જણાવ્યું હતું કે, આયુર્વેદ દવા ધીમે ધીમે અસર કરે છે, પરંતુ તેની કોઈ આડઅસર નથી જેથી દરેક લોકોએ આયુર્વેદ દવાનો ઉપયોગ કરવો જોઈએ.
આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારીએ પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું. આયુષ મેળાના દિવસે બાળાઓ દ્વારા યોગ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ આયુર્વેદ સ્ટોલની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, આરોગ્ય સમિતિના ચેરમેન સહિત ડોક્ટરો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.