
મહીસાગર,
સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે દરેક જિલ્લાઓમાં સામાન્ય લોકો પણ આ પર્વ નિમિતે ઉલ્લાસ અને ઉત્સાહભર ઉજવણી કરી શકે તે હેતુથી જુદી જુદી જીવન જરૂરિયાત અને ખોરાકિય વસ્તુઓ કલેકટરઓને વિતરણ અર્થે મોકલાવેલ.
જેના ઉપલબ્ધમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વની ઉજવણી નિમિતે વસ્ત્ર પ્રસાદી તથા ચીક્કી પ્રસાદી વિતરણ કાર્યક્રમ સંતરામપુર નગરપાલિકા હોલ ખાતે કલેકટર ભાવિન પંડ્યાની ઉપસ્થિતિમાં યોજાયો.
આ પ્રસંગે કલેકટર ભાવિન પંડ્યાએ ઉપસ્થિત દિવ્યાંગ મહિલાઓને 100 જેટલી સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અધિક નિવાસી કલેકટર સી.વી.લટા, સંતરામપુર મામલતદાર સહિત મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.