દેશ હાલમાં કોરોના વાઈરસ સામે લડી રહ્યું છે. આવી સ્થિતિમાં, આ સમયે સૌથી મોટો પ્રશ્ન એ છે કે રસી પર કેટલો ખર્ચ કરવામાં આવશે અને સરકાર આ માટે શું તૈયારી કરી રહી છે ? આ સમગ્ર મામલે સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ચીન પછી સૌથી વધુ ગીચ વસ્તી ધરાવતા ભારત સરકારે કોરોના સામે રસીકરણ માટે રૂ. 50 હાજર અલગ રાખ્યા છે.
નામ જાહેર ન કરવાની શરતે સૂત્રએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વહીવટીતંત્રનો અંદાજ છે કે દેશની ૧૩૦ કરોડની વસ્તી એ પ્રતિ વ્યક્તિએ ૬-૭ ડોલર એટલે કે ૪૨૦ રૂપિયાથી લઈને ૪૯૦ રૂપિયા સુધી ખર્ચ થશે. તેમને જણાવ્યું હતું કે, ૩૧ માર્ચ ના રોજ પૂરા થતાં વર્તમાન નાણાકીય વર્ષ માટે જોગવાઈ કરવામાં આવી છે અને આ હેતુ માટે ભંડોળની અછત રહેશે નહીં.