
મુંબઇ,
મુંબઈનાં દિનદોશીમાં એક સેશન્સ કોર્ટે તેને જાતીય સતામણીનો મામલો માનતા એ યુવકને દોષી જાહેર કર્યો છે. કોર્ટે આરોપીને ૬ મહિનાની જેલની સજા સંભળાવી છે.
માહિતી અનુસાર આ મામલો સપ્ટેમ્બર ૨૦૧૫નો છે. ત્યારે પીડિતા ૧૫ વર્ષની હતી અને તે ૧૦માં ધોરણમાં અભ્યાસ કરતી હતી. પીડિતાએ કોર્ટમાં જણાવ્યું કે જ્યારે તે ટ્યૂશન જઈ રહી હતી ત્યારે એક વ્યક્તિએ તે સાઈકલથી તેનો પીછો કર્યો હતો અને વારંવાર ’આજા-આજા’ કહી રહ્યો હતો. સગીરાએ જણાવ્યું કે છોકરાની આ હરક્ત થોડા દિવસ સુધી ચાલુ જ રહી હતી. પહેલા દિવસે તો સગીરાએ રોડ પર ઊભેલા લોકોની મદદ લેવાનાં પ્રયાસો કર્યાં પરંતુ તે છોકરો ભાગી ગયો. પાછળથી માહિતી મળી કે ૨૫ વર્ષીય એ યુવક નજીકની જ બિલ્ડિંગમાં નાઈટ વોચમેન છે. ત્યારબાદ છોકરીની માતાએ તેના વિરોધમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
યુવકની ધરપકડ સપ્ટેમ્બર ૨૦૧૫માં જ કરવામાં આવી હતી. ત્યારે યુવકે કોર્ટને કહ્યું કે તેની પત્ની અને ૩ બાળકો છે અને તેઓ ગરીબ છે. તેથી એડિશનલ સેશન્સ જજ AZ ખાને તેને સપ્ટેમ્બર ૨૦૧૫ અને માર્ચ ૨૦૧૬માં જ્યારે જામીન મળી તેની વચ્ચે અંડરટ્રાયલ પૂર્ણ થતાં તેને મુક્ત કરવામાં આવ્યો હતો.