સુરત: લગ્નના ચાર દિવસ પહેલા કંકોત્રી વહેંચવા જતા યુવાનને કાળ ભરખી ગયો

સુરત,

શહેરમાં સતત રોડ અકસ્માત યુવાનો મોતને ભેટી રહ્યા છે. ત્યારે વધુ એક ઘટના લઇને સમગ્ર વિસ્તારમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી છે. પોતાના લગ્નની કંકોત્રી વહેંચવા નીકળેલા ૨૬ વર્ષીય યુવકને કાળમુખો ટ્રક ભરખી ગયો હતો. પરવત પાટિયા લાય ઓવરબ્રિજ પર સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં મરનાર યુવકના પરિવાર સાથે સમગ્ર વિસ્તાર શોકની કાલીમા છવાઈ જાવા પામી છે. આ આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

સુરતમાં દિવસ દરમિયાન ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાંય શહેરના રસ્તા પર યમરાજ બનીને દોડતા હોય છે. આ સાથે લોકોના જીવ પણ લેતા હોય છે. ત્યારે ગતરોજ બનેલી ઘટના પગલે સમગ્ર વિસ્તારમાં શોકની કાલીમાં છવાઇ જવા પામી છે. ગોડાદરા લક્ષ્મીપાર્ક સોસાયટીમાં રહેતો ૨૬ વર્ષીય જીતેન્દ્રદાન ચારણના ૪ દિવસ બાદ ૨૨મી ફેબ્રુઆરીએ લગ્ન થવાના હતા. શુક્રવારે જીતેન્દ્રદાન સંબંધીઓને લગ્નની કંકોત્રી આપવા નીકળ્યો હતો ત્યારે પરવત પાટીયા લાય ઓવરબ્રિજ પર સિમેન્ટ ભરેલા ટ્રકે અડફેટે લીધો હતો. જે બાદ જીતેન્દ્રને તાત્કાલિક સ્મીમેર લઇ જવાયો હતો. જ્યાં જીતેન્દ્રનો એક પગ કાપવો પડ્યો હતો. જોકે ઓપરેશન બાદ પણ તબીબ તેને બચાવી શક્યા ન હતા અને ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું.

પુણા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ યુવાનના લગ્નને લઇને પરિવાર સાથે સમગ્ર વિસ્તાર આનંદ હતો ત્યારે યુવાનના મોતના સમાચાર લઇને પરિવાર સાથે સમગ્ર વિસ્તારમાં શોકની કાલીમાં છવાય જવા પામી હતી.

જોકે, સતત આવા અકસ્માત અંગે સુરત વરાછા વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા ટ્રાફિક કમિશ્ર્નરને આ નિયમ કડક કરવાની સૂચના આપી હતી.ત્યારે વધુ એક ઘટના લઇને તંત્ર કામગીરી સવાલ ઉભા થયા છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં સામે આવતા પોલીસ તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસ હવે ટ્રક ડાઈવર ક્યારે ધરપકડ કરે તે જોવાનું રહ્યું.