ગત વર્ષ કરતાં ૩૮ હજાર લીટર દૂધનું વધુ વેચાણ:શિવરાત્રીને લઈને સુમુલ ડેરીએ ૧૫.૪૨ લાખ લી. દૂધનું વેચાણ કર્યું

સુરત,

મહાશિવરાત્રીને લઈને સુરત શહેરમાં સુમુલ ડેરીમાં દૂધના વેચાણમાં રેકોર્ડ તુટ્યો છે. શનિવારે સુમુલ ડેરીમાંથી ઓલટાઈમ હાઈ ૧૫,૪૨,૭૩૩ લીટર દૂધનું વેચાણ થયું છે. શિવરાત્રીના દિવસે શિવલિંગ પર દૂધ ચડાવવાની પ્રથા છે, શનિવારે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી. બીજી તરફ દૂધના વેચાણમાં પણ વધારો થયો છે.

મહાશિવરાત્રીના દિવસે સુરતમાં ૧૫.૪૨ લાખ લીટર દૂધનું વેચાણ થયું હતું, સામાન્ય દિવસોમાં સુમુલ ડેરીમાંથી ૧૨.૨૫ લાખથી લીટરથી વધારે દૂધનું વેચાણ જ્યારે સામાન્ય દિવસોની સરખામણીમાં મહાશિવરાત્રીના દિવસે ૩.૧૭ લાખ લીટર વધારે દૂધનું વેચાણ થયું હતું. જ્યારે ગત વર્ષે મહાશિવરાત્રીના દિવસે ૧૫,૦૪,૧૦૦ લીટર દૂધનું વેચાણ થયું હતું. ગત વર્ષ કરતાં આ વર્ષે મહાશિવરાત્રીના દિવસે ૩૮,૬૩૩ લીટર વધારે દૂધનું વેચાણ થયું હતું.

ગત વર્ષે ૨૭૫૯૪૬ લીટર ભેંસના દૂધનું વેચાણ થયું હતું. દહીં અને પનીરનું વેચાણ પણ વયું હતું. સામાન્ય દિવસોમાં સુમુલ ડેરીમાંથી રોજ ૩૦થી ૩૫ ટન દહીંનું વેચાણ થાય છે, મહાશિવરાત્રીએ ૬૨ ટન દહીં, ૯ ટનનું વેચાણ થયું હતું.

સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ દેલાડે કહ્યું હતું કે, ‘મહાશિવરાત્રીના દિવસે દૂધનું સૌથી વધારે વેચાણ થતું હોય છે, જેને લઈને સુમુલ ડેરી દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવે છે, દૂધ અને તેની બનાવટોના વેચાણથી પશુપાલકોને ફાયદો થાય છે.