અમદાવાદ,
અમદાવાદ શહેરમાં ડ્રગ્સનું ચલણ બેફામ બન્યું છે. ડ્રગ્સ પેડલરો કોઈપણ જાતના ખૌફ વિના ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યાં છે. ત્યારે ફરીવાર શહેરમાંથી એમડી ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો છે. છુટકમાં વેચવા માટે આપેલું ડ્રગ્સ ઝડપાયું છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરમાં આસ્ટોડિયા દરવાજા પાસે છુટકમાં ડ્રગ્સનો વેપાર કરતો શખ્સ ઝડપાઈ ગયો છે. શાહ આલમના શખ્સે તેને આ ડ્રગ્સ છુટકમાં વેચવા માટે આપેલું હતું. પોલીસના હાથે પકડાયેલા શખ્સ પાસેથી ૧.૭૩ લાખની કિંમતનું ૧૭ ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું છે.
તાજેતરમાં જ ક્રાઈમ બ્રાંચની ટીમે વટવા ખાતેથી ૨૨.૨૯ લાખ રૂપિયાના એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક પેડલરની ધરપકડ કરી છે. છેલ્લા ત્રણેક મહિનાથી ડ્રગ્સનો જથ્થો લઈને આ પેડલર ફરતો હતો અને સરખેજના એક યુવકને આ જથ્થો આપ્યો હોવાની જાણકારી ક્રાઈમ બ્રાંચને મળી છે. યુવકનુ નામ મહફુઝ ઉર્ફે મુન્ના હતુ અને તે વટવાનો રહેવાસી છે. ક્રાઇમ બ્રાંચે તેની અંગઝડતી કરતા તેની પાસેથી સફેદ માદક પદાર્થ મળી આવ્યો હતો.