સૌરાષ્ટ્ર ચોથી વાર બન્યું ચેમ્પિયન, કોલકત્તાની ધરતી પર બંગાળને ૯ વિકેટથી હરાવ્યું

કોલકતા,

સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમે ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. કોલકત્તાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં ચાલી રહેલી રણજી ટ્રોફની ફાઈનલ મેચમાં બંગાળ સામે જીત મેળવી સૌરાષ્ટ્ર ચોથી વાર રણજી ટ્રોફી ટુર્નામેન્ટની ચેમ્પિયન બની છે. ત્રણ દાયકા બાદ ફરી બંગાળની ટીમ ચેમ્પિયન બનવામાં નિષ્ફળ ગઈ છે. આ પહેલા સૌરાષ્ટ્રની ટીમ વર્ષ ૨૦૧૯-૨૦ , ૧૯૪૩-૪૪ , ૧૯૩૬-૩૭માં રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બન્યું હતું.જ્યારે વર્ષ ૧૯૩૭-૩૮, ૨૦૧૨-૧૩, ૨૦૧૫-૧૬, ૨૦૧૮-૧૯માં સૌરાષ્ટ્રની ટીમ રનર અપ રહી હતી. આમ રણજી ટ્રોફીમાં સોરાષ્ટ્રની ટીમ ચાર વાર ચેમ્પિયન અને ચાર વાર રનર અપ રહ્યું છે.

રણજી ટ્રોફી ફાઈનલ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહી હતી. સૌરાષ્ટ્ર ટીમના સુકાની જયદેવ ઉનડકટે ટોસ જીતીને બંગાળને પ્રથમ બેટિંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ. ઉનડકટ અને સાકરીયાની જબરદસ્ત બોલિંગ સામે બંગાળ ટીમ ઝડપથી સમેટાઈ ગઈ હતી. સૌરાષ્ટ્રે ૪૦૪ રનના સ્કોર પર પોતાની પ્રથમ ઈનીંગ સમાપ્ત કરી હતી. બીજી ઈનીંગમાં જયદેવ ઉનડકટ અને સાકરીયાએ ૨-૨ વિકેટ ઝડપી હતી.

ભારતીય બોલર અને સોરાષ્ટ્ર ક્રિકેટ ટીમનો કેપ્ટન જયદેવ ઉનડકટ જીતનો હીરો રહ્યો છે. તેણે ફાઈનલ મેચમાં કુલ ૯ વિકેટ લીધી હતી. તેની કેપ્ટનશિપમાં સોરાષ્ટ્ર ૨ રણજી ટ્રોફી અને ૧ વિજય હજારે ટ્રોફી જીત્યું છે.