કોર્ટે એનસીબીને સુશાંત સિંહ મૃત્યુ કેસમાં આરોપીઓના અવાજના નમૂના લેવાની મંજૂરી આપી

મુંબઇ,

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં એનસીબીને આરોપીઓના અવાજના નમૂના લેવાની મંજૂરી મળી ગઈ છે. બે વર્ષ પછી, મુંબઈની વિશેષ અદાલતે એનસીબીને સુશાંત સિંહ રાજપૂત કેસમાં આરોપીઓના અવાજના નમૂના લેવાની મંજૂરી આપી છે. કથિત ડ્રગ કેસના સંબંધમાં આઠ આરોપીઓના અવાજના નમૂના હવે એનસીબી દ્વારા રેકોર્ડ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, અભિનેતા સુશાંત સિંહના મૃત્યુ બાદ એનસીબીએ ૩૦ હજાર પેજની ચાર્જશીટ દાખલ કરી હતી.

બે વર્ષથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આઠ આરોપીઓના અવાજના નમૂનાની તપાસ કરવાની માગણી કરી હતી અને મુંબઈની વિશેષ અદાલતે તેમની માગણી સ્વીકારી છે. સુશાંત સિંહ આત્મહત્યા કેસની તપાસ દરમિયાન ડ્રગ્સ સંબંધિત ઘણા મહત્વપૂર્ણ મામલા સામે આવ્યા છે. આ પછી NCBએ આ મામલાની સઘન તપાસ શરૂ કરી હતી. સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં પુરાવાના આધારે NCBએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં કુલ ૩૩ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી સાથે તેના ભાઈ શૌવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાન્ડા, દીપેશ સાવંત અને અન્ય ૩૩ આરોપીઓ પણ સામેલ છે.

વર્ષ ૨૦૨૧માં, કેશવાણીના વકીલોએ કહ્યું હતું કે, ‘કેસમાં ઉલ્લેખિત કોઈપણ આરોપીની તેની સાથે કોઈ સંડોવણી અથવા જોડાણ નથી. તેથી, આ મામલામાં ષડયંત્ર અને તેમની સંડોવણીનો કોઈ પ્રશ્ર્ન નથી. એક નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે નાર્કોટિક્સ એક્ટની કલમ ૬૭ હેઠળ NCBના દાવાને અમાન્ય ઠેરવ્યો હતો.આઠ આરોપીઓમાં ધર્માટિક એન્ટરટેઈનમેન્ટના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ક્ષિતિજ પ્રસાદ, અનુજ કેશવાણી, સંકેત પટેલ, જિનેન્દ્ર જૈન, અબ્બાસ લાખાણી, વિલાત્રા, ક્રિસ પરેરા અને કરમજીત સિંહનો સમાવેશ થાય છે.

ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ૧૪ જૂન, ૨૦૨૦ ના રોજ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. પરંતુ અભિનેતાના મૃત્યુ પછી ઘણીવાર એવું કહેવામાં આવતું હતું કે તે આત્મહત્યા નહીં પરંતુ હત્યા હતી. આજે પણ સુશાંત આત્મહત્યા કેસમાં આવી ઘણી બાબતો સામે આવી રહી છે, જે ચોંકાવનારી છે. સુશાંતના મૃત્યુ બાદ તેને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે બે વર્ષ બાદ તે સમયે સુશાંત સિંહના પોસ્ટમોર્ટમ રૂમમાં હાજર શબગૃહના સેવક રૂપકુમાર શાહે મોટો ખુલાસો કર્યો છે. રૂપકુમાર શાહે દાવો કર્યો છે કે, સુશાંતનું મૃત્યુ આત્મહત્યા નહીં પરંતુ હત્યા હતી.