દિલ્હી ટેસ્ટમાં ભારતની ૬ વિકેટે શાનદાર જીત, સીરીઝમાં ૨-૦થી આગળ

નવીદિલ્હી,

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અંતર્ગત ૪ મેચોની ટેસ્ટ શ્રેણી ભારતમાં રમાઈ રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની બીજી મેચનો આજે ત્રીજો દિવસ છે. દિલ્હી ટેસ્ટની ત્રીજા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. ત્રીજા દિવસની રમતમાં લંચની સુધી ટીમ ઈન્ડિયાનો સ્કોર એક વિકેટે ૧૪ રન છે. રોહિત શર્મા ૧૨ અને ચેતેશ્ર્વર પુજારા એક રન પર રમી રહ્યા છે. ભારતને જીતવા માટે હજુ ૧૦૧ રનની જરૂર છે અને ભારત પાસે ૯ વિકેટ હાથમાં છે.

બીજા દિવસે ભારતીય ટીમ તેની પ્રથમ ઈનિંગમાં ૨૬૨ રનમાં સમેટાઈ ગઈ હતી, જેના કારણે કાંગારૂઓને એક રનની લીડ મળી હતી. ભારત તરફથી અક્ષર પટેલે ૭૪ અને વિરાટ કોહલીએ ૪૪ રન બનાવ્યા હતા. આ પહેલા ભારતીય ટીમના બોલરોએ ફરી એકવાર શાનદાર બોલિંગ કરી હતી અને કાંગારૂ ટીમને મોટો સ્કોર કરવા દીધો ન હતો. ઓસ્ટ્રેલિયાનો પ્રથમ ઈનિંગ ૨૬૩ રનમાં સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાજાએ ૮૧ રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ પીટર હેન્ડ્સકોમ્બે અણનમ ૭૨ રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. આ સાથે જ રવિચંદ્રન અશ્ર્વિન અને રવિન્દ્ર જાડેજાએ ૩-૩ વિકેટ લીધી હતી.