કાલોલ,
કાલોલ શહેરમાં ગત જાન્યુઆરી મહિનામાં મહાલક્ષ્મી મંદિર વિસ્તારના પુંજી ફળિયાના એક મકાનમાં રાતના સમયે ધરમાં ધુસીને દંપતિને છરો બતાવી લુંટ મચાવતા ધટના સ્થળેથી નાસી જતા સમયે ઝડપાયેલા બે આરોપીઓને તત્કાલિન સમયે કોર્ટ કાર્યવાહીને અંતે આરોપીઓને ગોધરા સબ જેલમાં મોકલી દીધા હતા. જે પૈકીનો એક આરોપી નામે મોઈન ઉર્ફે જફર ઉંમર કાઝી જરોદિયા(કાલોલ)જે હાલ લુંટના ગુનામાં ગોધરા ખાતેની સબ જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવેલો છે. જેને 16/02 ને ગુરૂવારના રોજ બપોરના 2.30થી 3 કલાક દરમિયાન અંદરો અંદર ઝધડી જોર જોરથી બુમો પાડી જેલરની ઓફિસમાં દોડી આવીને પોતાનુ માથું ઓફિસના કાચના દરવાજામાં પછાડી દઈ કાચ તોડી નાંખી પોતાના કપાળ અને ચહેરાના ભાગે ઈજાઓ પહોંચી લોહીલુહાણ થઈ ગયો હતો. જે ધટનાને પગલે જેલ સ્ટાફે આરોપીને પકડી બચાવ કામગીરી હાથ ધરી ત્યારે જોર જોરથી બુમ બરાડા પાડીને જેલના સ્ટાફે મને માર્યો છે. તેવા આક્ષેપ કરીશ તેવુ જણાવતો હતો. જેથી જેલ વિભાગે તાત્કાલિક અસરથી ઈજાગ્રસ્ત બનેલા આરોપીને સારવાર હેઠળ ખસેડીને સમગ્ર ધટના અંગે જિલ્લા ડીવીઝન પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવતા જિલ્લા પોલીસે આરોપી વિરુદ્ધ સરકારી મિલ્કતને નુકસાન કર્યુ હોવાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.